Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, તમામ રેકોર્ડ તોડ્યા, રાજકોટની સોનીબજારમાં 5 % ખરીદી
સોના અને ચાંદીના ભાવોએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ભૌગોલિક તણાવ અને સુરક્ષિત રોકાણ તરીકે વધતી માંગના કારણે બંને કિંમતી ધાતુઓ સર્વકાળની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.રાજકોટની સોનીબજારમાં 10 ગ્રામનાં સોનાનો ભાવ 1,41,000 ની સપાટીએ અને ચાંદી પ્રતિ કિલો 2,20,000 નો ભાવ છે. વધતાં ભાવમાં રિટેલરમાં ખરીદી માત્ર 5 %જેવી રહી હોવાનું ઝવેરીઓ જણાવી રહ્યા છે.
બુલિયન બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,38,500 પ્રતિ 10 ગ્રામની આસપાસ નોંધાયો છે, જ્યારે પ્રતિ ગ્રામ ભાવ ₹13,850થી વધુ રહ્યો છે. MCX વાયદા બજારમાં પણ સોનાએ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $4,400 પ્રતિ ઔંસની નજીક ટ્રેડ થયો છે, જે ગ્લોબલ માર્કેટમાં પણ ઐતિહાસિક ગણાય છે.
આ પણ વાંચો :અમદાવાદમાં યોજાઇ શકે છે પોપ સિંગર શકિરાનો કોન્સર્ટ: નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોન્સર્ટ યોજવા રાજ્ય સરકારનો સંપર્ક કરતી ટીમ
બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ પ્રથમવાર ₹2,20,000 પ્રતિ કિલોગ્રામની આસપાસ પહોંચ્યો છે. ચાંદીના વાયદા ભાવોએ પણ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે,
બજાર નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર વૈશ્વિક રાજકીય તણાવ, ડોલરની નબળાઈ, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડ અપેક્ષા અને સોનાને “સેફ હેવન” તરીકે વધતી માંગના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ તેજી જોવા મળી રહી છે. ચાંદીમાં ઔદ્યોગિક માંગ અને રોકાણ બંને તરફથી સપોર્ટ મળતા ભાવને વધુ બળ મળ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે ટૂંકા ગાળે ભાવમાં થોડી અસ્થિરતા જોવા મળી છે પરંતુ હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા લાંબા ગાળે સોના અને ચાંદીના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે. વધતા ભાવને કારણે ખરીદીમાં કાપ મુકાયો છે, જ્યારે રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે.
