સોનામાં આગ ઝરતી તેજી : 10 ગ્રામનો ભાવ કેટલો થયો..વાંચો..
માર્ચનાં એક જ મહિનામાં 6 હજાર રૂપિયા વધી ગયા : હજુ ભાવ વધશે તેવી આગાહી
સોનાના ભાવમાં તેજીનો સિલસિલો ચાલુ જ રહ્યો છે અને રાજકોટમાં ૧૦ ગ્રામનો ભાવ ૭૦૪૦૦ સુધી પહોચી ગયો હતો. અમદાવાદમાં ૨૪ કેરેટના સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૭૦ હજારને પાર પહોચી ગયો હતો. આ સાથે જ એકલા માર્ચ માસમાં જ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામે ૬૦૦૦ રૂપિયા વધી ગયા છે. સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોચી જતા તેમાં રોકાણ કરનારા ખુશખુશાલ થઇ ગયા છે.
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 2023માં સોનાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. ગયા વર્ષે, સોનીની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 54,867 હતી, જે વર્ષના અંતેરૂ. 63,246 પ્રતિ 10 ગ્રામે પહોંચી હતી. માત્ર એક વર્ષમાં સોનાની કિંમતમાં 16 ટકા એટલે કે 8,379 રૂપિયાનો વધારો થયો હતો.
બજારના જાણકારોના મતે આ વર્ષે સોનાના ભાવમાં વધુ વધારો થશે.સોનાની વૈશ્વિક કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 0.13 ટકા અથવા $2.80 વધીને $2,215.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળે છે. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત હાલમાં $ 2,196.81 પ્રતિ ઔંસ પર ઝડપથી ટ્રેડ થઈ રહી છે.
સોનાની સાથે સાથે ચૈન્દીના ભાવ પણ વધ્યા છે અને 14 રૂપિયા મોંઘી થઈ 74,011 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. જૂની કિંમત 73,997 રૂપિયા હતી. ચાંદીના ઓલ-ટાઇમ હાઇ વિશે વાત કરીએ તો, 4 ડિસેમ્બર, 2023ના રોજ, ચાંદી રૂ. 77,073ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી. 2024ના અંત સુધીમાં ચાંદીની કિંમત 75 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
ચાંદીના વૈશ્વિક ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ચાંદીની વાયદા કિંમત 0.03 ટકા અથવા $0.01ના વધારા સાથે 24.76 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી રહી છે. તે જ સમયે, ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ 24.68 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જણાય છે.