GOAT OTT Release : થીયેટરમાં ધૂમ મચાવ્યાં બાદ vijay thalapathyની ફિલ્મ OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યાં અને ક્યારે થશે રીલીઝ
સાઉથનો એક સુપરસ્ટાર છે જે સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. તે અભિનેતા બીજું કોઈ નહીં પણ vijay thalapathy છે. તેઓ તેમના અભિનય માટે જાણીતા છે. થલાપથી વિજયની ફિલ્મની જાહેરાત થતાં જ ચાહકો ઉત્સાહિત થઈ જાય છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ GOAT રીલિઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. બોક્સ ઓફિસ બાદ હવે સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ GOAT OTT પર ધૂમ મચાવવા તૈયાર છે. ફિલ્મની OTT રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
GOAT ક્યારે અને ક્યાં જોવા મળશે ?
તમને જણાવી દઈએ કે થલાપતિ વિજયની ફિલ્મ GOAT આ મહિને ઓક્ટોબરમાં રીલિઝ થવા જઈ રહી છે. તે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ સાથે રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે Netflix દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં GOATની OTT રિલીઝ ડેટ 3 ઓક્ટોબર જણાવવામાં આવી છે. એટલે કે ચાહકોએ માત્ર બે દિવસ રાહ જોવી પડશે.
ચાહકોએ ખુશી વ્યક્ત કરી
vijay thalapathyની ફિલ્મ GOATની OTT રિલીઝની જાહેરાત કરતાં, Netflix એ પોસ્ટને કૅપ્શન આપ્યું, ‘શું તમે ક્યારેય સિંહને GOAT બનતો જોયો છે? થલાપથી વિજયની ધ GOAT – ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ 3 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં રીલિઝ થવા જઈ રહી છે, આ પોસ્ટ આવતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
બોક્સ ઓફિસ પર કલેક્શન કેવું રહ્યું ?
vijay thalapathy ની ફિલ્મ GOAT એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. sacnilkના અહેવાલ મુજબ, આ ફિલ્મે શરૂઆતના દિવસે 44 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેના કુલ કલેક્શનની વાત કરીએ તો તેણે બોક્સ ઓફિસ પર કુલ 249.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ વિશે વાત કરીએ તો, vijay thalapathy સિવાય, GOATમાં પ્રભુ દેવા, પ્રશાંત, મોહન, જયરામ, સ્નેહા લૈલા, અજમલ અમીર, મીનાક્ષી ચૌધરી અને પાર્વતી નાયર જેવા ઘણા સ્ટાર્સ છે.