ઠંડીનો સામનો કરવા થઈ જાવ તૈયાર, આ દિવસ પછી હાડ થીજાવતી ઠંડીની આગાહી
તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે
રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ કહ્યું છે કે, રાજ્યમાં આગામી ૩ દિવસ વાતાવરણ સુક્કું રહેશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ અને 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે.
ડૉ.મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી આસપાસ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં આગામી ૩ દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે.