ભરૂચ-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સાતના મોત
હાઈ-વે ઉપર પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘુસી જતા બન્યો બનાવ
ભરૂચના જંબુસરના મગણાદ નજીક અકસ્માતમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘુસી જતાં 7 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે ચાર લોકને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા છે. જંબુસરના પાંચ કડા ગામનો પરિવાર ભરૂચ જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડ્યો હતો. કારમાં કુલ 10 લોકો સવાર હતા.મૃતકોમાં 2 મહિલા, 3 પુરુષ અને બે બાળકીનો સમાવેશ થાય છે.
મૃતકો વેદચ, સાંભા પાંચકડા અને ટંકારી ગામના હતા.અને તેઓ ભરૂચના શુકલતીર્થ ગામે મેળામાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. એ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઇકો કારનું પતરું ચીરી લોકોને બહાર કઢાયા હતા.
આ અકસ્માતમાં સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઇ ગોહિલ કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ,વિવેક કુમાર ગણપતે જીવ ગુમાવ્યો છે. જયારે નિધિ બહેન નીધીબેન ગણપત, મિતલબેન ગણપ, ગણપતભાઇ રમેશભાઈ, અરવિંદભાઈ રયજીભાઈને ઈજા પહોંચી છે.