Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ભાયાવદર નગરપાલિકાના કારોબારી ચેરમેનના પતિ,પૂર્વ પ્રમુખ સંચાલિત જુગાર ક્લબ પકડાઇ: ભાજપ આગેવાન સહિત 6 શખ્સોને ઝડપી પાડ્યા

Fri, December 26 2025

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નેસ્તનાબૂદ કરવાની મળેલી સૂચના અન્વયે ભાયાવદર પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ અતુલ વાછાણીના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન ભાયાવદર પોલીસે કુલ 6 શખ્સોને રૂ. 2.74 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. એસએમસીએ બે દિવસ પૂર્વે ભાયાવદરના ખાખીજાળિયામાં જુગાર ક્લબ પકડી પાડી હતી જેને લઈને હવે રાજકોટ રૂરલ પોલીસે સજાગ બનીને ફરી એસએમસી આવે એ પૂર્વે જ દરોડો પાડ્યો.

જુગાર ક્લબ સંચાલક અતુલ માવજીભાઈ વાછાણી ભાજપના અગ્રણી છે અને ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના પત્ની માયાબેન અતુલભાઈ વાછાણી હાલ ભાયાવદર નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે કાર્યરત છે.
પોતાના જ ઘરે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી ભાયાવદર પોલીસને મળતા પોલીસે આ કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો :રાજકોટમાં મિત્રએ જ મિત્ર સાથે કર્યો દગો! કાર વેચાવી, પૂરા પૈસા પણ ન આપ્યા અને વ્યાજના ચક્કરમાં પણ ફસાવ્યો

પોલીસે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 24 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પોલીસે વોરંટ સાથે અતુલ વાછાણીના ઘરે રેઇડ પાડી હતી. તપાસ દરમિયાન ઝડપાયેલા વ્યક્તિઓ પ્લાસ્ટિકના ટોકન અને ગંજીપત્તા વડે `તેરપત્તી સીકીડીકી’ (રમી) નામનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. આ રેડ દરમિયાન રોકડ રકમ રૂા.1,04,510 મોબાઈલ ફોન 06 નંગ િંકમત રૂા.40,000 વાહનોમાં 04 મોટરસાયકલ િંકમત રૂા.1,30,000 સહિત પોલીસે કુલ મુદ્દામાલ રૂા.2,74,510ના કબજે કરેલ.

પોલીસે  ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અતુલભાઇ માવજીભાઇ વાછાણી (રહે. મયુરનગર, ભાયાવદર) – મુખ્ય સંચાલક, ચંદ્રેશભાઇ જેન્તીભાઇ વાછાણી (રહે. રોકડ શેરી, ભાયાવદર), દીનેશભાઇ શાંતીલાલ કનેરીયા (રહે. ખીજડા શેરી, ભાયાવદર), હીરેનભાઇ રમણીકભાઇ માકડીયા (રહે. પ્લોટ વિસ્તાર, ભાયાવદર), જયેશભાઇ ગોરધનભાઇ ભાલોડીયા (રશ્મિ કટલેરી વાળા, રહે. રોકડ શેરી, ભાયાવદર) તેમજ અન્ય એક સિનિયર સિટીઝન કીશોરભાઇ લખમણભાઇ માકડીયા (રહે. કૃષ્ણનગર સોસાયટી, ભાયાવદર) સીનિયર સિટીઝન હોવાથી તેમને નોટિસ આપીને છોડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

ભાયાવદરના લોકોના જણાવ્યા પ્રમાણે અતુલભાઇ વાછાણી કે, જેઓ વર્ષ 2008 માં ભાયાવદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ ઉપર ચુંટણી લડ્યા હતા અને જીતીને બહુજન સમાજ પાર્ટી (બ.સ.પા.) સરકારને સમર્થન આપીને સત્તા બનાવી હતી ત્યારથી તેઓ બળવાખોર ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકેની છાપ ધરાવે છે. જો કે આ જ ભાજપ આગેવાન અને નેતાના ઘરે ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.સી. પરમાર તથા એ.એસ.આઈ. રોહિત વાઢેળ સહિતના સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી. વધુ તપાસ એ.એસ.આઈ. રોહિત વાઢેળ ચલાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

વો ભી ક્યા દિન થે…165 રૂા.માં મારા લગ્નના દાગીના બની ગયા હતા,વડીલો યાદ કરે છે સસ્તા સોનાની ક્ષણો

Next

રાજકોટમાં મિત્રએ જ મિત્ર સાથે કર્યો દગો! કાર વેચાવી, પૂરા પૈસા પણ ન આપ્યા અને વ્યાજના ચક્કરમાં પણ ફસાવ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
3 કલાક પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
4 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
4 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
4 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વિદ્યાર્થીઓની દુનિયા મુઠ્ઠીમાં કેદ
રાજકોટ
1 વર્ષ પહેલા
જસદણ : પત્ની ઘર છોડીને ચાલી જતા પતિએ પૂર્વ પ્રેમીને બેફામ માર માર્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
દવા જ નહીં સીટી સ્કેન-MRI રિપોર્ટમાં પણ લૂંટાઈ રહ્યા છે દર્દીઓ !! એક જ પ્રકારના રિપોર્ટનો ચાર્જ દરેક લેબોરેટરીમાં અલગ
ગુજરાત
1 વર્ષ પહેલા
ધો. ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ પરિણામ અંગે ખોટી ચિંતા ન કરતા
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર