ઓપરેશન સિંદૂરના વીર જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત : વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્ર, 9 સૈનિકોને વીર ચક્ર
દેશની સુરક્ષા માટે પોતાનો જીવ દાવ પર લગાવનારા બહાદુર સૈનિકોનું આ સ્વતંત્રતા દિવસે સન્માન કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વીર જવાનોને તેમની બહાદુરી, અદમ્ય હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ પુરસ્કારની જાહેરાત કરી છે.
79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે દેશના બહાદુર જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી હતી. જેમાં ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેનાના 36 જવાનો અને બીએસએફના 16 જવાનોને ‘બહાદુરી’ અને ‘અતુલ્ય સાહસ’ દર્શાવવા બદલ વીરતા પુરસ્કાર એનાયત કરાયા છે. જ્યારે વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે.પાકને 22 મિનિટમાં જ ધૂળ ચટાવીને આ જવાનોએ દેશનું ગૌરવ વધાર્યું છે.
આ પણ વાંચો : જન્માષ્ટમીના મીની વેકેશનમાં મેઘરાજાના મંડાણ: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
વાયુસેનાના 9 સૈનિકોને વીર ચક્રથી સન્માનિત કરાયા છે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્વતંત્રતા દિવસ પૂર્વે સેનાના બે વરિષ્ઠ અધિકારીઓને ‘સર્વોત્તમ યુદ્ધ સેવા’ મેડલ એનાયત કરવામાં આવ્યો. શૌર્ય પુરસ્કાર વિજેતાઓની યાદીમાં 4 કીર્તિ ચક્ર, 4 વીર ચક્ર અને 8 શૌર્ય ચક્રનો સમાવેશ થાય છે.
26 જવાનોને વાયુ સેના મેડલ
ભારતીય વાયુસેનાના 26 અધિકારીઓ અને વાયુસેનાઓને વાયુ સેના મેડલ (વીરતા) એનાયત કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનની અંદર લક્ષ્યોને નિશાન બનાવવાના મિશનમાં ભાગ લેનારા ફાઇટર પાઇલટ્સ અને S-400 અને અન્ય વાયુ સંરક્ષણ પ્રણાલીઓનું સંચાલન કરતા અધિકારીઓ અને સ્ટાફનો સમાવેશ થાય છે જેણે ભારતીય ભૂમિ પર પાકિસ્તાન દ્વારા આયોજિત તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા .
આ પણ વાંચો : રાજકોટમાં લોકમેળો શરૂ થાય તે પૂર્વે જ પુરવઠા-પશ્ચિમ મામલતદારની કાર્યવાહી : ખાણીપીણીના બે સ્ટોલમાંથી ગેસના બાટલા જપ્ત
9 સૈનિકોને વીર ચક્ર
ગ્રૂપ કૅપ્ટન આરએસ સિદ્ધૂ અને મનીષ અરોરા સહિત 9 સૈનિકોને વીર ચક્રથી સન્માનિત કરાયા છે. આ લોકોની બહાદુરીને સલામ કરવામાં આવી છે અને દેશ એમના પર ગર્વ કરે છે. આમ દેશના આ વીર જવાનો માટે લોકોએ હદયના પાથરણ કર્યા છે.
બીએસએફના 16 જવાનોને વીરતા પુરસ્કાર
પાકિસ્તાન અને આતંકવાદ સામેના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન “બહાદુરી” અને “અતુલ્ય સાહસ” દર્શાવવા બદલ 16 બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF)ના જવાનોને વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકે દુશ્મન સર્વેલન્સ કેમેરાનો નાશ કર્યો હતો જ્યારે અન્યોએ ડ્રોન હુમલાઓને નિષ્ક્રિય કર્યા હતા.
