એમેઝોન સેલમાં પાણીના ભાવે મળશે મોંઘા ફોનથી લઈને ટીવી-કપડાં: જાણો કયારથી લાઇવ થશે
કંપનીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં લાવે છે સેલ: ઈ-કોમર્સ કંપનીઓ સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી અનેક સેલ લાવે છે. આ સેલ સીરિઝ કંપનીઓને તહેવારોની સિઝન દરમિયાન વધુને વધુ ગ્રાહકોને આકર્ષવામાં મદદ કરે છે. તેમજ કંપનીની કામગીરીને પણ પ્રતિબિંબિત કરે છે. તહેવારોની મોસમ દરમિયાન વેચાણ કંપનીઓના ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુના આશરે 50 ટકા હિસ્સો ધરાવે છે.
એમેઝોનનો સૌથી મોટો સેલ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 10 ઓક્ટોબરથી લાઇવ થશે. કંપનીએ તેની શોપિંગ એપ પર કહ્યું છે કે પ્રાઇમ ગ્રાહકો માટે સેલ ઓફર બીજા બધાં કરતાં વહેલી શરૂ થશે. જ્યારે અત્યાર સુધી ફ્લેગશિપ સેલની તારીખો સામે આવી નથી. મહત્વનું છે કે Flipkart પણ તહેવારોની શરૂઆતમાં બિગ બિલિયન ડેઝ સેલ ચલાવે છે. મોટે ભાગે બંને કંપનીઓના સેલ આસપાસની તારીખોમાં જ હોય છે. આ વર્ષે પણ આવું જ થવાની ધારણા છે.
દિવાળી પર વેચાણ વધવાની ધારણા: દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તહેવારોની સિઝનના સેલ કંપનીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. Redseerના નિષ્ણાતોએ અગાઉ કહ્યું હતું કે તહેવારોની સિઝનમાં ગ્રાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. GMVમાં તહેવારોની મોસમનું વેચાણ વાર્ષિક ધોરણે 20 ટકા વધીને રૂ. 90,000 કરોડ સુધી પહોંચવાની ધારણા છે.
ગ્રાહકો નવી પ્રોડક્ટની રાહ જોતા હોય છેઃ ઘણા ગ્રાહકો તેમના વિશલિસ્ટ (Wishlist on App)માં ઉત્પાદનો ઉમેરે છે. જ્યારે કંપનીઓ તેમની સેલ ઓફર શરૂ કરે છે, ત્યારે તેઓ તે પ્રોડક્ટને વધુ ડિસ્કાઉન્ટ સાથે ઓછી કિંમતે ખરીદે છે. ઉદાહરણ તરીકે, Amazonનો GIF સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ, ઘર અને કિચન પ્રોડક્ટ, ફેશન, ટીવી અને ઘણી બધી પ્રોડક્ટ કેટેગરીમાં 40-60 ટકા ડિસ્કાઉન્ટ ઓફર થતું હોય છે. એમેઝોને SBI સાથે પણ ભાગીદારી કરી છે જેથી SBI કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળે છે.
સેલ Live થવાની રાહ: ગ્રાહકો નવા લૉન્ચ થયેલા iPhone 15 ખરીદવા માટે પણ રાહ જોઈ રહ્યા છે, જે ભારતમાં પહેલેથી જ હિટ બની ચૂક્યો છે. જ્યાં કેટલાક ગ્રાહકો iPhone 15 ખરીદવા માટે એપલ સ્ટોર્સની બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા છે. ગ્રાહકો સેલ દરમિયાન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નવી પ્રોડક્ટ્સ લાઈવ થવાની રાહ જોઈ રહ્યા છે.
ફેસ્ટિવલ સેલ દરમિયાન ઈ-કોમર્સ કંપની Samsung Galaxy S23 FE અને મોબાઈલના અન્ય મોડલ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. SBI કાર્ડધારકો સેલમાં 10 ટકા વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. કંપનીની એપ પર સેલના લેન્ડિંગ પેજ અનુસાર, શોપિંગ દરમિયાન લેપટોપ, સ્માર્ટવોચ, હેડફોન, સ્માર્ટ ટીવી, એસેસરીઝ અને એલેક્સા ડિવાઈસ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપેક્ષિત છે.
એમેઝોન આ મોબાઈલ પર ઓફર લાવશે: સેમસંગ ગેલેક્સી S23 FE સિવાય, સેલ દરમિયાન, એમેઝોન OnePlus Nord CE 3 5G, Realme Narzo 60x 5G, iQOO Z7 Pro 5G અને તાજેતરમાં લૉન્ચ થયેલ Honor 90 5G નીચા ભાવે વેચી શકે છે. Amazon એ Samsung Galaxy M34 5G, Tecno Powa 5 Pro 5G, OnePlus Nord CE 3 Lite 5G, iQOO Z7S અને Oppo A78 5G જેવા મિડ-રેન્જ સ્માર્ટફોન્સ માટે પ્રમોશનની જાહેરાત કરી છે. આ સિવાય Amazon, Redmi 12 5G, iQOO Z6 Lite, Redmi 12C, itel A60s અને Lava Blaze 5G પર ડિસ્કાઉન્ટ આપવાની યોજના ધરાવે છે.
તમને આ બધી ઓફર્સ મળશે: ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમિયાન ગ્રાહકો નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ડીલ્સ અને માત્ર પ્રાઇમ કસ્ટમર્સ માટેની એક્સક્લુસિવ ઓફર્સનો લાભ ઉઠાવી શકે છે. એમેઝોન iPhone 13, OnePlus 11, Samsung Galaxy S23 સિરીઝ અને બીજા ઘણા મોબાઇલ પર ઑફર્સ આપશે.
75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે: ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ પેજ પર 75 ટકા સુધીની બચત સાથે લેપટોપ, સ્માર્ટવોચ અને હેડફોન્સ પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ વિશે કેટલીક માહિતી આપવામાં આવી છે. સ્માર્ટ ટીવી અને ઇલેક્ટ્રિકલ્સ પર પણ 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપેક્ષિત છે. આ સિવાય એમેઝોને એલેક્સા ડિવાઇસ, ફાયર ટીવી અને કિન્ડલ પ્રોડક્ટ્સ પર 55 ટકા સુધી ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
