ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી: રાજકોટના કારખાનેદાર સાથે 40.78 લાખનો સાયબર ફ્રોડ, જાણો શું છે મામલો
રાજકોટના કુવાડવા GIDC વિસ્તારમાં એગ્રો ટેકનોલોજીનો વ્યવસાય કરતા કારખાનેદારને સાયબર માફિયાએ પોતાનો શિકાર બનાવ્યા છે. ફેસબુક પર મહિલાના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, વિશ્વાસ કેળવીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને 40,78 લાખ પડાવી લેતા ગુનો નોંધાયો છે.
આ અંગેની વિગતો મુજબ, હળમતીયા (ગોલીડા) ગામના રહેવાસી અને ‘આટકોટીયા એગ્રો ટેકનોલોજી’ના માલિક ભાવેશભાઈ ધીરજલાલ આટકોટીયાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત 1 ઓક્ટોબરના તેમના ફેસબુક પર ‘શ્રીષ્ટી’ નામની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેનો સ્વીકાર કર્યા બાદ મહિલા અને ભાવેશભાઈ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ મિત્રતા બાદ બંને વચ્ચે વોટ્સએપ પર વાતો શરૂ કરી હતી.ઠગ મહિલાએ ભાવેશભાઈનો વિશ્વાસ જીતી તેમને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ભાવેશભાઈ રોકાણ કરવા માટે સહમતી દર્શાવતા પ્રથમ તેઓને એક બનાવટી વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ, બલબીર િંસહ નામના વ્યક્તિનો સંપર્ક કરાવાયો હતો, જેણે પોતાને ડેક્સ ટ્રેડ કંપનીનો કર્મચારી ગણાવ્યો હતો. આ બલબીર િંસહે ભાવેશભાઈને “વે ઓફ સક્સેસ” નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી ટ્રેિંડગની ટીપ્સ આપવાનું શરૂ કરાયું હતું. ભાવેશભાઈએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ40,78,042/- જમા કરાવ્યા હતા. ટ્રેિંડગ બાદ તેમના ઓનલાઈન વોલેટમાં 1,37,174 યુએસ ડોલર (આશરે 1.15 કરોડથી વધુ રૂપિયા) નફો બતાવતો હતો.
આ નફો કાઢવા માટે ભાવેશભાઈએ પ્રયાસ કરતા વેબસાઈટમાં વિવિધ ચાર્જ, ટેક્સ, વેરિફિકેશન સહિતની ફી માંગવામાં આવી હતી અને વધુ રકમ જમા કરવાની માંગણી કરવામાં આવી હતી. જોકે આખરે ભાવેશભાઈ ને પોતાની સાથે છેતરિંપડી થયા હોવાની શંકા જતા જ તેઓએ સાઈબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફે બે વોટ્સએપ નંબરના આધારે
ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
