Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ આવી રહેલી એસ.ટી બસ સાથે ફોર્ચ્યુનર અથડાઇ: ભાજપના નેતાના પુત્રનું મોત, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાની આશંકા

Mon, January 19 2026

અમદાવાદનાં વૈષ્ણોદેવી સર્કલ પાસે રવિવારે સવારે બનેલી એક અકસ્માતની ઘટનામાં ભાજપના એક નેતાના યુવાન પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું જયારે એક યુવતીને ગંભીર ઈજા થઇ હતી. ઓવરટેક કરવાની લ્હાયમાં બેકાબૂ બનેલી ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસ હિંમતનગરથી રાજકોટ જઈ રહી હતી જયારે કાર સરખેજથી ગાંધીનગર તરફ જઈ રહી હતી.

આ ઘટનાને નજરે નિહાળનારે આપેલી માહિતી અનુસાર, ગાંધીનગર તરફ જઈ રહેલી એક ફોર્ચ્યુનર કાર (GJ 18 EF 9)ના ચાલકે  પૂરઝડપે વૈષ્ણોદેવી બ્રિજના છેડે આગળ જતી એક કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર આવી ગઈ હતી અને હિંમતનગરથી રાજકોટ જઈ રહેલી એસટી બસ સાથે જોરદાર રીતે ટકરાઈ હતી.

ફોર્ચ્યુનર બસ સાથે અથડાયા બાદ પાછળથી આવી રહેલી એક બે્રઝા કાર પણ બસ સાથે ભટકાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ફોર્ચ્યુનર કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને રસ્તા પર ગાડીના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. એસટી બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસને ડિવાઈડર પર ચઢાવી દીધી હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાની ટળી હતી.

આ પણ વાંચો :એસ.ટી.બસમાં ટિકિટનું રિફંડ માંગી મહિલા કંડક્ટર સાથે ફડાકાવાળી: મહિલા અને પુરુષ સામે નોંધ્યો ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો

ફોર્ચ્યુનર કાર ચલાવી રહેલા ધવલ વાઘેલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તે ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી અને વકીલ આઈ. બી. વાઘેલાનો પુત્ર છે. જ્યારે ફોર્ચ્યુનર કારમાં સવાર દેવાંશી યોગેશ પંડ્યા (ઉ.વ.21)ને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય ઈજાગ્રસ્તોમાં અફસાનાબાનુ ખલીફા (23) અને રસુલભાઈ આજમ (32)ને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. એસટી બસના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે.

Share Article

Other Articles

Previous

ચારધામ યાત્રા દરમિયાન રિલ્સ બનાવવા પર પ્રતિબંધ: કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ

Next

એસ.ટી.બસમાં ટિકિટનું રિફંડ માંગી મહિલા કંડક્ટર સાથે ફડાકાવાળી: મહિલા અને પુરુષ સામે નોંધ્યો ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટમાં વધુ એક હત્યા: વાત કર્યા બાદ મોબાઈલ પરત આપવા આનાકાની કરતાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંક્યા, આરોપી ઝડપાયો
14 કલાક પહેલા
ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ
14 કલાક પહેલા
મિડલ ઈસ્ટ સંઘર્ષ: યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યું મોટું આશ્વાસન: ભારતને તકલીફ નહી પડવા દઈએ, તેલ-ગેસ આપવાની ખાતરી
15 કલાક પહેલા
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
15 કલાક પહેલા
Categories

નેશનલ

2952 Posts

Related Posts

રાજકોટમાં 33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, રાત્રે સૂતા પછી ઉઠ્યો જ નહીં
રાજકોટ
2 વર્ષ પહેલા
હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચે શું છે અંતર ? જાણો બંનેના લક્ષણો અને બચાવની રીત
હેલ્થ
2 વર્ષ પહેલા
ક્યારેક તો દિમાગનો ઉપયોગ કરો: રોહિતનો પાક.ને જવાબ !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
વિશ્વ વ્યાપારમાં ગુજરાતીઓનો દબદબો ઘટી ગયો છે ? 
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર