ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ભાજપમાં જોડાયા
ઝારખંડનાં પૂર્વ મુખ્ય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના પૂર્વ નેતા ચંપાઈ સોરે શુક્રવારે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. ચંપાઈ સોરેનની સાથે તેમના પુત્ર બાબુલાલ સોરેન પણ ભાજપમાં જોડાયા છે. રાંચીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમના હજારો સમર્થકોની સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ ભાજપમાં જોડાયા ત્યારે આસામના સીએમ હિમંત બિસ્વા સરમા અને શિવરાજ સિંહ ચૌહાણ અને બીજેપીના અન્ય અગ્રણી નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ચંપાઈ સોરેને ગઈ 28 ઓગસ્ટના રોજ જેએમએમના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપતા તેણે કહ્યું હતું કે, આજે તેણે ઝારખંડ મુક્તિ મોરચાના પ્રાથમિક સભ્યપદ અને તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. આ અંગે પ્રત્યાઘાત આપતા મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું હતું કે ચૂંટણી નજીક આવી રહીછે તેથી આવું તો થવાનું જ છે.