ભારતની 87 વર્ષ જૂની કંપની ખરીદવા વિદેશી કંપનીઓની પડાપડી, આટલા કરોડથી વધુની વેલ્યુએશન..જુઓ
દેશની નમકીન અને મીઠાઈ ઈન્ડસ્ટ્રી પર ઘણા દશકોથી લોકપ્રિય બ્રાન્ડ હલ્દીરામમાં હિસ્સો ખરીદવા વિદેશી કપનીઓ પડાપડી કરી રહી છે. એક પછી એક પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ અને ફંડ્સ બીડ ભરી રહ્યા છે.
દેશનું સૌથી મોટુ પીઈ એક્વિઝિશન
જેમાં વિશ્વની સૌથી મોટી પ્રાઈવેટ ઈક્વિટી કંપની બ્લેકસ્ટોન ઈંકની આગેવાની હેઠળ કન્સોર્ટિયમમાં ટેમાસેક હોલ્ડિંગ્સ લિ. અને બેન કેપિટલ પણ જોડાઈ છે. જે હવે દેશનું અત્યારસુધીનું સૌથી મોટુ પ્રાઈવેટ ઈક્વિટી એક્વિઝિશન બન્યું છે.
ટેમાસેકએ ગત સપ્તાહે નોન-બાઈન્ડિંગ ઓફર આપી હતી. જેના માટે હલ્દીરામની વેલ્યૂએશન 8થી 8.5 અબજ ડોલર (રૂ. 66400-70500 કરોડ) આંકવામાં આવી હતી. ટેમાસેકએ હલ્દીરામનો હિસ્સો ખરીદવા માટે ફાઉન્ડર ફેમિલી સાથે અલગથી બેઠકો પણ કરી હતી. પરંતુ હવે બ્લેકસ્ટોનની આગેવાની હેઠળના કન્સોર્ટિયમને ટક્કર આપવા બંનેએ હાથ મિલાવ્યા છે.
હલ્દીરામનો હિસ્સો ખરીદવા આ કંપનીઓ વચ્ચે હરિફાઈ
હલ્દીરામનો 76 ટકા સુધી હિસ્સો ખરીદવા બ્લેકસ્ટોનએ અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સિંગાપોરની સોવરિન વેલ્થ ફંડ જીઆઈસી સાથે હાથ મિલાવ્યા છે. બેનની ગ્લોબલ ફંડ્સમાં ટેમાસેક લિ. પાર્ટનર છે. ADIA અને GIC સાથે પણ બેન કેપિટલ ચર્ચા કરી રહી છે.
શું છે મોટો પડકાર?
બેનના ઓફિસર્સે 2023ના અંતમાં હલ્દીરામ ફેક્ટરીની મુલાકાત લઈ રોકાણ કરવા મુદ્દે આગળ વધી હતી. પરંતુ હવે અગ્રવાલ પરિવાર તેનો સ્નેક્સ બિઝનેસ મર્જ કરવા તથા રેસ્ટોરન્ટ ચેઇન બિઝનેસને અલગ કરી નવી કંપની બનાવવાની યોજના ધરાવે છે. આ કંપનીની માલિકી પરિવારની રહેશે. આ સાથે પરિવાર હલ્દીરામનો બહુમતી હિસ્સો વેચવા તૈયાર છે. અગ્રવાલ પરિવારની આગામી પેઢી અન્ય વ્યવસાય કરવા માંગે છે. હલ્દીરામનો બહુમતી હિસ્સો વેચવાનો સોદો ત્રણ-ચાર મહિનામાં પૂર્ણ થઈ શકે છે.
હલ્દીરામના સ્નેક્સ બિઝનેસના મર્જરને NCLT દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને જેમાં વધુ ત્રણ-ચાર મહિનાનો સમય થાય તેવી અપેક્ષા છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ગયા એપ્રિલમાં મર્જરની યોજનાને મંજૂરી આપી હતી.
હલ્દીરામનો બિઝનેસ
હલ્દીરામ બ્રાન્ડની શરૂઆત 1937માં ગંગા બિસન અગ્રવાલે કરી હતી. આજે તેનો બિઝનેસ 100થી વધુ દેશોમાં ફેલાયેલો છે. કંપની 400થી વધુ પ્રકારની પ્રોડક્ટ વેચી રહી છે. તેમાં નમકીન, મીઠાઈઓ, નાસ્તો, રેડી ટુ ઈટ ફૂડ, ફ્રોઝન ફૂડ, બિસ્કીટ, કન્ફેક્શનરી, રેડી ટુ ડ્રિંક બેવરેજીસ અને પાસ્તા વગેરે સમાવિષ્ટ છે. કંપની ભારતની બહાર ઘણા દેશોમાં પણ નિકાસ કરે છે. જેમાં યુરોપ અને અમેરિકાના ઘણા દેશોનો સમાવેશ થાય છે. હલ્દીરામના નાગપુર અને દિલ્હી એકમોનું એક્વિઝિશન પૂર્ણ થઈ ગયું છે, જેને ગયા વર્ષે સીસીઆઈએ મંજૂરી આપી હતી.
હલ્દીરામ સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડ 56 ટકા હિસ્સો ધરાવે છે અને હલ્દીરામ ફૂડ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ (HFIPL) HSFPLમાં 44 ટકા હિસ્સો ધરાવે છે. રિસર્ચ ફર્મ IMARC ગ્રૂપના રિપોર્ટ અનુસાર, 2023માં ભારતનું સ્નેક્સ માર્કેટ રૂ. 42,694 કરોડનું હતું અને 2032 સુધીમાં રૂ. 95,521 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022 માં તેના વ્યવસાયના વેચાણના આધારે હલ્દીરામનું મૂલ્ય આશરે રૂ. 83,000 કરોડ છે.