કેન્દ્ર સરકાર હવે કોના માટે લાવશે આવાસ યોજના ? વાંચો
કેન્દ્ર સરકાર બધાને ઘરનું ઘર મળે તેવા પ્રયાસ કરી રહી છે અને હવે શહેરી ગરીબો માટે નવી કિફાયતી આવાસ યોજના લાવવાની યોજના બનાવી રહી છે. 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ કરાઇ હતી અને હવે નવી યોજનાની તૈયારી છે અને મોટા ભાગે તો લોકસભાની ચુંટણીની જાહેરાત પહેલા જ આ યોજના લોન્ચ થઈ શકે છે તેમ કેન્દ્રના મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ યોજનાની જાણકારી રાખનાર અધિકારીઓએ નામ ગુપ્ત રાખવાની સૂચના સાથે એવી માહિતી આપી હતી કે દેશના શહેરી અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા મધ્યમ અને ઓછી આવકવાળા પરિવારોને ઘર ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે.
કેન્દ્રના શહેરી અને આવાસ મામલાના મંત્રાલય દ્વારા એવી જાણકારી અપાઈ છે કે આ યોજના માટે લોન આપતા એકમો સાથે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. અધિકારીઓએ એમ કહ્યું છે કે સબ્સિડીનો હિસ્સો પાછલા સમયની જેમ વધુ નહીં હોય. સરકારે એવી માહિતી પણ માંગી છે કે કરજદારોને કયા દરથી રકમ અપાશે અને વ્યાજ કેટલું રખાશે ?
એવી માહિતી પણ અપાઈ છે કે લોકસભાની ચુંટણી જાહેર થાય તે પહે