147 વર્ષમાં પહેલીવાર…ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં દિવસેને દિવસે નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. તેણે બાંગ્લાદેશ સામે ચાલી રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું કરનાર તે પ્રથમ ખેલાડી બની ગયો છે.
ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. આ દરમિયાન જાડેજાએ પ્રથમ દાવમાં બે અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. હવે તેમના નામે એક એવો રેકોર્ડ નોંધાઈ ગયો છે જે 147 વર્ષના ઈતિહાસમાં કોઈ કરી શક્યું નથી. ભારતીય દિગ્ગજ ટેસ્ટ મેચ જીતમાં 2000 થી વધુ રન બનાવનાર અને 200 થી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો. જાડેજા બાદ અશ્વિન પણ આ સિદ્ધિ મેળવી શકે છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં જીતવા માટે 1943 રન બનાવ્યા અને 369 વિકેટ લીધી.
ભારતીય સ્પિન ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે. ૧૮૭૭થી અત્યાર સુધીના ૧૪૭ વર્ષમાં કુલ ૨૫૫૦ ટેસ્ટ મેચ રમાઈ છે. આ દરમિયાન ૩૧૮૭ ખેલાડીઓએ અલગ-અલગ ટીમ વતી ટેસ્ટ મેચ રમી છે પરંતુ જે કામ રવિન્દ્ર જાડેજાએ કર્યું છે તે અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. જાડેજાએ પોતાની ટેસ્ટ કારકીર્દિમાં જીતેલી મેચમાં કુલ ૨૦૦૩ રન બનાવ્યા તો ૨૧૬ વિકેટ ખેડવી હતી. અત્યાર સુધી એક પણ ખેલાડી એવો નથી જે પોતાના કરિયરની વિનિંગ ટેસ્ટ મેચમાં ૨૦૦થી વધુરન અને ૨૦૦થી વધુ વિકેટ ખેડવી શક્યો હોય.
રવિચંદ્રન અશ્વિન આ લિસ્ટમાં સામેલ થનારો આગલો ખેલાડી હોઈ શકે છે. અશ્વિને વિનિંગ ટેસ્ટમાં ૧૯૪૨ રન બનાવ્યા છે તો ૩૬૯ વિકેટ ખેડવી છે. જો અશ્વિન ૫૭ રન બનાવી લ્યે છે તો તે પણ આ લિસ્ટમાં સામેલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે અશ્વિને બાંગ્લાદેશ સામે પાછલી ટેસ્ટમાં સદી બનાવી હતી જે તેના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી હતી. તેણે સૌથી વધુ સદી મામલે મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરી હતી.