સતત 11માં વર્ષે વડાપ્રધાન મોદી અજમેર દરગાહ માટે ચાદર મોકલશે
અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ શિવ મંદિર હોવાના હિન્દુ સેનાના દાવાને પગલે શરૂ થયેલા કાનૂની જંગ વચ્ચે વડાપ્રધાન મોદી સતત 11માં વર્ષે એ દરગાહના ઉર્સ પ્રસંગે ચાદર મોકલશે.એ ચાદર લઘુમતી ખાતાના પ્રધાન કિરણ રીજજુ અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદિકિંને આપવામાં આવ્યા બાદ તેઓ બન્ને દરગાહ ઉપર જઈને મોદી વતી અર્પણ કરશે.
મોદી વડાપ્રધાન બન્યા તે પછી દર વર્ષે તેમના તરફથી
અજમેર દરગાહને ચાદર મોકલવામાં આવે છે.ગત વર્ષે 812માં ઉર્સ પ્રસંગે તેમના વતી તત્કાલીન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને જમાલ સિદ્દીકીએ ચાદર ચડાવી હતી.
નોંધનીય છે કે ઉર્ષ પ્રસંગે દેશ વિદેશના લાખો લોકો દરગાહની મુલાકાતે આવે છે.દરમિયાન એ દરગાહ મૂળભૂત રીતે શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી અજમેરની સ્થાનિક અદાલતે સ્વીકારી સંબંધિત પક્ષોને નોટિસ પાઠવતાં મોટો વિવાદ થયો છે. સામે પક્ષે દરગાહ કમિટીએ એ અરજી રદ કરવા અદાલતમાં દાદ માંગી છે.એ કેસની વિશેષ સુનાવણી 24 જાન્યુઆરીના રોજ થશે.