અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહી લ્યે તેવો : નરેન્દ્ર મોદી
ફ્લાવર શો અંગેના india tvના નિર્ણય કપૂરના ટ્વીટને રીટ્વીટ કરી કર્યા વખાણ
અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર ચાલી રહેલા ફ્લાવર શો અને અદભુત પ્રતિસાદ મળ્યો છે અને રોજ હજારો લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ ફ્લાવર શો દરેકનું મન મોહી લ્યે તેવો છે તેમ જણાવ્યું છે.

India tv ગુજરાતના બ્યુરો ચીફ નિર્ણય કપૂરે આ ફ્લાવર શો અંગે એક સ્ટોરી કરી હતી અને સાત લાખ ચોરસ ફૂટ જગ્યામાં ચાલી રહેલા આ ફ્લાવર શોને એશિયાનો સૌથી મોટો ફ્લાવર શો ગણાવ્યો હતો. સાથોસાથ 10 લાખ લોકો આ ફ્લાવર શો ની મુલાકાત લેશે તેવી ધારણા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કપુરના ટ્વીટ ને રીટ્વીટ કર્યું છે અને આ ફ્લાવર શો દરેક લોકોનું મન મોહી લ્યે તેવો છે તેમ જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ લખ્યું છે કે આ ફ્લાવર શોમાં નવા ભારતની વિકાસયાત્રાને દર્શાવતી ઝાંખી પણ જોવા મળી રહી છે.

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક પ્રકારના ફૂલો સુશોભિત કરવામાં આવ્યા છે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આસપાસના મુલાકાતીઓ પણ આ સમયાગાળામાં અમદાવાદમાં હોય તો એક પ્રવાસન સ્થળ તરીકે ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં છે દિવસ દરમિયાન ફ્લાવર શોનો નજારો દર્શનિય તો હોય છે પરંતુ રાત્રીના સમયે ઝળહળતી રોશનીથી ફૂલો જાણે કે રાત્રે પણ ખીલી ઉઠ્યા હોય તેવો નજારો જોવા મળે છે દિવસની જેમ રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો ફ્લાવર શોમાં જોવા મળે છે
