બિહારની નવી સરકાર 10 મી ફેબ્રુઆરીએ ગૃહમાં વિશ્વાસ મત પ્રાપ્ત કરશે
સ્પીકર રાજીનામું નહીં આપે તો અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે
બિહારમાં એનડીએની નવી સરકાર રચાઇ ગઈ છે અને હવે આ સરકાર પરિક્ષામાંથી પસાર થવાની છે. એવા અહેવાલો બહાર આવ્યા હતા કે 10 મી ફેબ્રુઆરીના રોજ નીતિશ કુમાર વિધાનસભા ગૃહમાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરશે. અ માટે બધી તૈયારી કરી લેવામાં આવી છે.
સોમવારે સાંજે નીતિશ કુમારના પ્રમુખપદે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુજબનો નિર્ણય લેવાયો હતો. દરમિયાનમાં સ્પીકર અવધબિહારી સામે એનડીએ દ્વારા 28 મી જ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. હવે નિયમ મુજબ 14 દિવસો બાદ જ વિધનસભાનું સત્ર યોજી શકાય છે. એટલા માટે 10 મી ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરાયો છે.
10 મી સૌપ્રથમ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે અને એમને પદ પરથી હટાવી દીધા બાદ જ નીતિશ ગૃહમાં વિશ્વાસ મત પ્રાપ્ત કરશે. નીતિશ પાસે પૂરતો બહુમત છે અને 128 સભ્યોનો ટેકો છે જે બહુમતી માટે જરૂરી 123 થી વધુ છે.
એવું પણ બહાર આવ્યું હતું કે જો સ્પીકર રાજીનામું નહીં આપે તો ગૃહમાં મતદાન થશે અને એમ કરીને સ્પીકરને હટાવવામાં આવશે. ભાજપના 78, જનતા દળ યુના 45 અને હમના 4 સભ્યો છે. એક અપક્ષનો પણ ટેકો મળ્યો છે.