તેલંગણા ના પાંચ શખ્સોનો કેટલા વર્ષે દુબઈની જેલમાંથી છુટકારો મળ્યો જુઓ…
હત્યા બદલ 25 વર્ષની કેદ ભોગવતા હતા
દુબઈની જેલમાં 18 વર્ષનો કારાવાસ ભોગવ્યા બાદ સોમવારે તેલંગાણા ના પાંચ શખ્સોનો છુટકારો થયો હતો. મુક્ત થયેલા એ ભારતીય નાગરિકો વતન પરત ફરિયા ત્યારે ભાવભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
પપ્રાપ્ત વિગત મુજબ દુબઈમાં એક નેપાળી નાગરિકની હત્યા કરવા બદલ તેલંગાણા ના શિવરાત્રી મલેશ, શિવરાત્રી રવિ, ગોલમ નામપલ્લી, દુદુંગલ લક્ષ્મણ અને શિવરાત્રી હનુમંથું નામના પાંચ શખ્સોને દુબઈની અદાલતે 25 વર્ષની સજા ફરમાવી હતી.
બાદમાં બીઆરએસ પાર્ટીના નેતા કેટી રામારાવે આ મામલો હાથમાં લીધો હતો. દુબઈના કાયદા મુજબ હત્યાનો ભોગ બનનાર યુવાનના પરિવારજનો માફી આપે તો વહેલો છુટકારો શક્ય હતો. એ જોગવાઈ અંતર્ગત નેપાળી યુવાનના પરિવારજનોને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કેટી રામારવે વહેલી મુક્તિ માટે ભારત સરકાર તથા યુએઈ સરકારને વિનંતી કરી હતી અને અંતે તમામ દોષિતોનો સાત વર્ષ વહેલો છુટકારો થયો હતો.