કેરળમાં અકસ્માતમાં MBBSના પાંચ છાત્રોના કમકમાટી ભર્યા મોત
તમામ મૃતકોની ઉંમર માત્ર 19 વર્ષ હતી
કેરળના અલાપુઝાહ જિલ્લામાં સોમવારે રાત્રે 9.30 કલાકે પૂરપાટ ઝડપે જતી કાર અને કેરળ સ્ટેટ રાજકોટની બસ વચ્ચે થયેલા અકસ્માતમાં વંદનમની ટીડી મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષના અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓના કમિટી આ મૃત્યુ થયા હતા જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. બધા મૃતકોની ઉંમર માત્ર 19 વર્ષની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીઓ ફિલ્મ જોવા વંદનમથી અલાપુઝાહ જઈ રહ્યા હતા ત્યારે કલાર્કોડે જંકશન નજીક ઓવરટેક કરવાના પ્રયાસમાં કાર સામેથી આવતી બસ સાથે અથડાઇ પડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડી ખોવાઈ ગયું હતું અને પતરા કાપીને મૃતદેહો તથા ઘાયલોને બહાર કાઢવા પડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓએ ઘટના સ્થળ ઉપર જ દમ તોડી દીધો હતો જ્યારે અન્ય બેના હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા. માર્ગદર્શનમાં તબીબો એ જીવ ગુમાવ્યા હોય તેવી આ પખવાડિયાની આ બીજી ઘટના હતી. 26 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઈટાવાહ શહેરમાં મિત્રના લગ્નમાંથી લખનૌ પરત ફરી રહેલા યુપી યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના પાંચ તબીબોના પણ ટ્રક સાથે થયેલા અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયા હતા.