ચીનમાં ફેલાયેલા HMPV વાયરસનાં ભારતમાં પણ પ્રથમ બે કેસ મળ્યા
ચીનમાં હાહાકાર મચાવનાર અને સમગ્ર વિશ્વમાં ચિંતા નું મોજુ ફેલાવનાર HMPV વાયરસના ભારતમાં પણ પ્રથમ બે કેસ મળી આવ્યા છે. કર્ણાટકની બાપ્ટિસ્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ત્રણ મહિના ની એક બાળકી અને આઠ મહિનાના બાળકના સેમ્પલમાં આ વાયરસ મળી આવ્યા હતા. એ બંને બાળકો બ્રોંકાઈલ ન્યુમોનિયાની બીમારીનો ઇતિહાસ ધરાવે છે. બેમાંથી કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. બે પૈકીની ત્રણ મહિનાની બાળકીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે આઠ મહિનાનું બાળક હજુ સારવાર હેઠળ છે.
કેન્દ્ર સરકાર અને કર્ણાટક સરકારે આ વાયરસથી સંક્રમિત દર્દીઓ આ પહેલા પણ મળ્યા હોવાનું જણાવી લોકોને ગભરાઈ ન જવા માટે અપીલ કરી હતી. કર્ણાટક આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને સેમ્પલનું ખાનગી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાયું નથી.
ચીનમાં ફેલાયેલા આ વાયરસને કારણે કથિત રીતે ઊભી થયેલી ગંભીર સ્થિતિ અંગે બિન સત્તાવાર અહેવાનો પ્રસિદ્ધ થયા બાદ વિશ્વભરવા ચિંતાનું મજુ ફેલાયું છે. કોરોના જેવા જ લક્ષણો ધરાવતો આ વાયરસ જો કે પાંચ દાયકાથી અસ્તિત્વમાં છે. અનેક લોકો આ અગાઉ પણ તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
સામાન્ય રીતે 11 વર્ષથી નીચેના બાળકો સંક્રમણનો ભોગ બને છે. ફલ્યુના 0.7 ટકા સેમ્પલ માં આ વાયરસ નજરે પડે છે. કર્ણાટકમાં પણ છેલ્લા મહિના દદરમિયાન શ્વસનતંત્રના રોગથી પીડિત દર્દીઓની સંખ્યામાં કોઈપણ જાતનો વધારો ન થયો હોવાનું
તેના આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું હતું.
ભારત સરકારે એડવાઈઝરી જારી કરી: ચિંતાનું કારણ નથી, સામાન્ય તકેદારી જરૂરી
ભારત સરકારે લોકોને ખોટો ગભરાટ ન કરવા અનુરોધ કર્યો હતો. શિયાળામાં આ વાયરસનું ફેલાવું એ અસામાન્ય નથી તેવી હૈયાધારણા સરકારે આપી હતી. દરમિયાન ચોથી જાન્યુઆરીએ દિલ્હીમાં જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક મળી હતી તેમાં આ વાયરસના સંક્રમણ અને તેના સામના માટેની પૂર્વ તૈયારીઓ સહિત દરેક પાસા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારે કહ્યું કે શ્વસનતંત્રની બીમારીઓને પહોંચી વળવા સરકાર સક્ષમ છે. સાથે જ સરકાર દ્વારા લોકોને સામાન્ય તકેદારી રાખવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી હતી જેમાં ઉધરસ કે છેક આવે ત્યારે નાકને રૂમાલથી ઢાંકવા, શક્ય હોય ત્યાં સુધી ભીડ ભાડ વાળી જગ્યાથી દૂર રહેવા, તાવ શરદી ઉધરસ કે છીંક આવતી હોય તો જાહેર સ્થળોએ ન જવા, ખૂબ પાણી પીવા અને પૌષ્ટિક આહાર લેવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી.