આયુષ્માનની ‘થામા’ના સ્ટાર્સની પહેલી ઝલક આવી સામે : રશ્મિકા બની ‘તાડકા’ તો નવાઝુદ્દીન બન્યો ‘યક્ષાસન’, જાણો ટીઝર ક્યારે થશે રિલીઝ?
આયુષ્માન ખુરાના છેલ્લે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ માં જોવા મળ્યો હતો, જેમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને બોક્સ ઓફિસ પર પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું.ત્યારે હવે આવનારા સમયમાં, આયુષ્માન ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે. આમાંથી એક ‘થામા’ છે, જેના દિગ્દર્શનની કમાન ‘મુંજ્યા’ ના દિગ્દર્શક આદિત્ય સરપોતદારે સંભાળી લીધી છે. હવે ‘થામા’ ના આયુષ્માન સહિત તમામ સ્ટાર્સની પહેલી ઝલક સામે આવી છે. ચાલો જાણીએ ફિલ્મનું ટીઝર ક્યારે રિલીઝ થશે.
બોલીવુડના નિર્માતા દિનેશ વિજાને ફિલ્મ સ્ત્રીથી હોરર યુનિવર્સની શરૂઆત કરી હતી. આ એક અનોખી હોરર યુનિવર્સછે જે બોલીવુડ દ્વારા રજૂ કરવામાં આવી છે, જેણે દર્શકોને ખૂબ જ ઉત્સાહિત કર્યા છે. દિનેશ વિજાનની આ હોરરયુનિવર્સની આગામી ફિલ્મ થમા છે, જેમાં આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદનાની એન્ટ્રી થશે. આયુષ્માન-રશ્મિકા ઘણા સમયથી થમાનું શૂટિંગ કરી રહ્યા હતા અને હવે આ ફિલ્મ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. નિર્માતાઓએ તાજેતરમાં આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદનાના ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યા છે, જેને જોઈને કહી શકાય કે 2025 ની દિવાળી ધમાકેદાર બનવાની છે.
રશ્મિકા તાડકા તરીકે જોવા મળશે
થામા ફિલ્મના નિર્માતાઓ દ્વારા રજૂ કરાયેલ રશ્મિકા મંદનાના લૂક પોસ્ટર અનુસાર, અભિનેત્રી આ ફિલ્મમાં તાડકાની ભૂમિકામાં જોવા મળશે. રશ્મિકાના લુક પોસ્ટર રિલીઝ કરતા નિર્માતાઓએ લખ્યું છે કે, “Presenting Rashmika Mandanna as Tadaka – Roshni ki ek hi pehli kiran..” પોસ્ટરમાં રશ્મિકા લીલા રંગના ગાઉનમાં જોવા મળી રહી છે અને તેની આંખો ગુસ્સાથી ભરેલી છે.
આયુષ્માન ખુરાના આલોક તરીકે આવશે
થામા ફિલ્મમાં આયુષ્માન ખુરાનાના પાત્રનું નામ આલોક હશે. આયુષ્માન ખુરાનાનું પોસ્ટર રિલીઝ કરતા નિર્માતાઓએ પોસ્ટમાં લખ્યું છે કે, “Presenting Ayushmann Khurrana as Alok – Insaaniyat ki aakhri umeed..” પોસ્ટરમાં આયુષ્માન ખુરાના ખૂબ જ શાંત અને સતર્ક દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો : મિર્ઝાપુરના ગુડ્ડુ ભૈયા ફરી એકવાર મચાવશે ધમાલ : પ્રાઇમ વિડિયોએ નવી સિરીઝ ‘રાખ’ની કરી જાહેરાત, અલી ફઝલનો ફર્સ્ટ લૂક રિલીઝ
નવાઝુદ્દીન સિદ્દીકી યક્ષાસનતરીકે જોવા મળશે
થામા ફિલ્મમાંથી નવાઝુદ્દીન સિદ્દીકીના જે લુક સામે આવ્યા છે, તેનાથી લાગે છે કે તે ફિલ્મમાં વિલન અવતારમાં જોવા મળશે. નવાઝુદ્દીન લાંબા વાળ સાથે ભયાનક અવતારમાં જોવા મળી રહ્યો છે. અભિનેતાના પાત્ર વિશે, પ્રોડક્શન હાઉસે લખ્યું – ‘નવાઝુદ્દીન સિદ્દીકીને યક્ષાસન- અંધકારના રાજા તરીકે રજૂ કરી રહ્યો છું.’
થામાના નિર્માતાઓએ આયુષ્માન ખુરાના અને રશ્મિકા અને નવાઝુદ્દીન સિદ્દીકીનું લુક પોસ્ટર રિલીઝ કર્યું છે અને એ પણ માહિતી આપી છે કે તેમની ફિલ્મનું ટ્રેલર 19 ઓગસ્ટે રાત્રે 11:11 વાગ્યે રિલીઝ થશે. આયુષ્માન-રશ્મિકાના લુક પોસ્ટર જોયા પછી, ચાહકો ટ્રેલર માટે ખુબ જ એક્સાઈટેડ થઈ ગયા છે.
