કોંગ્રસની મુશ્કેલી વધી: પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સામે મહાદેવ એપ કેસમાં FIR
અન્ય 21 લોકોના ચાર્જશીટમાં નામ: બધેલને મોટી રકમ મળી હોવાનો આરોપ મુકાયો હતો
લોકસભાની ચુંટણી વખતે જ કોંગ્રેસને મોટો ફટકો પડી ગયો છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સંકટમાં મુકાયા છે અને એમની વિરુદ્ધ ગેમિંગ એપ મહાદેવ એપના મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. એમની સાથે બીજા 21 લોકોના નામ પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભૂપેશ બધેલ વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થઈ છે તે છેતરપિંડી, ગુનાહીત કાવતરું અને વિશ્વાસઘાત અંગેની કલમો છે. પૂર્વ મુખ્યમંત્રી સાથે કોંગ્રેસની મુશ્કેલી પણ વધી શકે છે. પોલીસે 120બી, 406, 420, 468 અને 471 મુજબ કેસ દાખલ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ભૂપેશ બધેલ અને તેમના સાથીઓને ત્યાં તપાસ એજન્સીઓએ દરોડા પાડીને કેટલુંક સાહિત્ય કબજે કર્યું હતું અને ત્યારબાદ ભૂપેશ બધેલનું નામ ખૂલ્યું હતું. તેમને આ મામલામાં મોટી રકમ મળી હોવાનો આરોપ પણ મુકાયો હતો.