Film Thama : ‘Thama’માં વેમ્પાયર-ભેડિયાની થશે ટક્કર, આયુષ્માન ખુરાનાની હોરર કોમેડી ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી
આ વર્ષની દિવાળી (2025)ની બોક્સ ઓફિસ માટે ખૂબ જ ખાસ રહેવાની છે. ફિલ્મ નિર્માતા દિનેશ વિજનની આગામી ફિલ્મ ‘થામા’ દિવાળી પર જ રિલીઝ થશે. આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મમાં પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા અનુભવી કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.ત્યારે મહત્વની વાત તો એ છે કે આ ફિલ્મમાં વરુણ ધવન પણ જોવા મળશે. ફિલ્મમાં વેમ્પાયર અને ભેડિયા વચ્ચેનો સંઘર્ષ જોવા મળશે.

મેડોક યુનિવર્સની ફિલ્મોને લઈને ફેન્સનો ઉત્સાહ હંમેશા સાતમા આસમાને જ હોય છે ત્યારે હવે આયુષ્માન ખુરાના ફિલ્મ ‘થામા’માં વરુણ ધવન પણ જોવા મળશે. આયુષ્માન વેમ્પાયરની ભૂમિકામાં તો રશ્મિકા મંદાના આ ફિલ્મમાં હિરોઈનની ભૂમિકા ભજવી રહી છે. હવે વરુણ ધવન પણ આ ફિલ્મનો ભાગ બની રહ્યો છે. આ ફિલ્મ મેડોક પ્રોડક્શન્સની છે. આ પહેલા તેણે ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા’ જેવી હોરર-કોમેડી ફિલ્મો બનાવી છે. વરુણ ધવને ‘સ્ત્રી 2’માં ભેડિયાના રોલમાં કેમિયો કર્યો હતો. તેવી જ રીતે તે ‘થામા’ ફિલ્મમાં પણ જોવા મળશે.

વરુણ ‘થામા’ માટે શૂટિંગ કરી રહ્યો છે
બોલિવૂડ હંગામાના રિપોર્ટ મુજબ, વરુણ ધવન ફિલ્મ ‘થામા’માં જોવા મળશે. તેણે આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ માટે લગભગ 6 દિવસ શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં તે તેના વરુના રોલમાં જોવા મળશે. જ્યારે ‘થામા’ ફિલ્મમાં આયુષ્માન ખુરાના વેમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે.

VFX દ્વારા વેમ્પાયર-ભેડિયાનો મુકાબલો
‘થામા’ ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી સાથે, દર્શકોને વેમ્પાયર અને ભેડિયા વચ્ચેનો મુકાબલો જોવા મળશે. નિર્માતા દિનેશ વિજન અને દિગ્દર્શક આદિત્ય સરપોતદારે આ ફિલ્મમાં દર્શકોના સિનેમેટિક અનુભવને વધારવા માટે મોટા પાયે તૈયારીઓ કરી છે. ફિલ્મમાં એક્શન સિક્વન્સ VFX દ્વારા મોટા પાયે બતાવવામાં આવશે. ફિલ્મના એક્શન દ્રશ્યોનું શૂટિંગ માર્ચ અથવા એપ્રિલમાં કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Asia Cup 2025 : એશિયા કપની તારીખ જાહેર, વેન્યુમાં થયો મોટો બદલાવ, ભારત નહિ આ દેશમાં રમાશે ક્રિકેટનો મીની કુંભ
મેડોક યુનિવર્સની આ ફિલ્મો પણ રિલીઝ થશે
‘થામા’ ફિલ્મ ઉપરાંત, મેડોક હોરર કોમેડી સિનેમેટિક યુનિવર્સની અન્ય ફિલ્મો પણ રિલીઝ થશે. જેમાં વરુણ ધવનની ફિલ્મ ‘ભેડિયા 2’નો સમાવેશ થાય છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. ‘શક્તિ શાલિની’ અને ‘ચામુંડા’ પણ રિલીઝ થશે.
