જન્માષ્ટમી રજામાં ફિલ્મ રસિકોને મજા પડી જશે : કલ્કિ, ઉર્ફી જાવેદની સિરિઝ સહિત આ ધમાકેદાર ફિલ્મો થશે રિલિઝ
હાલ લોકો OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોતા વધુ થયા છે. નવી રિલીઝ થયેલી વેબ સિરીઝ અને મૂવીઝની આતુરતાથી રાહ જુએ છે.ત્યારે એને ધ્યાનમાં રાખીને, અમે તમને નવી OTT રિલીઝ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તદુપરાંત હાલ જન્માષ્ટમીની રજા શરૂ થઈ ગઈ છે ત્યારે જો તમારે ઘરે બેઠા મૂવી અને વેબ સિરિઝનો આનદ માનવો છે તો આ સમાચાર તમારા માટે જ છે.
બોલિવૂડથી લઈને દક્ષિણ અને કોરિયન સિનેમા સુધીના ઘણા શાનદાર શો આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર આવ્યા છે. તમે આ રજામાં આ બધું માણી શકો છો. અમારા લિસ્ટમાં જાણો કે કયા શોએ તમારું મનોરંજન કરવા માટે ડિજિટલ દુનિયામાં પ્રવેશ કર્યો છે.
‘તિકડમ‘

‘મહારાની’ ફેમ એક્ટર અમિત સિયાલની ફિલ્મ ‘તિકડમ’ આ અઠવાડિયે OTT પર આવી ગઈ છે. દિગ્દર્શક વિવેક આંચલિયા દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મમાં એક એવા પિતાની વાર્તા દર્શાવવામાં આવી છે જેને પૈસા કમાવવા માટે ઉત્તરાખંડમાં પોતાનું ગામ છોડીને શહેરમાં જવું પડે છે. આ ફિલ્મ તમે Jio સિનેમા પર જોઈ શકો છો.
કોરિયન ડ્રામા ‘પચિન્કો’

એપલ ટીવીની કોરિયન ડ્રામા સિરીઝ ‘પચિન્કો’ની સીઝન 2 પણ આ અઠવાડિયે રિલીઝ થઈ છે. આ હિટ ઐતિહાસિક ડ્રામા ચાહકોને ઘણું પસંદ આવે છે. આ શ્રેણી લેખક મીન જિન-લીના સમાન નામના પુસ્તક પર આધારિત છે. તે 1915 થી 1989 સુધીના કોરિયન પરિવારના જીવનની વાર્તા દર્શાવે છે.
સુપરસ્ટાર ધનુષની ફિલ્મ ‘રાયન’

ચાહકો ઘણા સમયથી સુપરસ્ટાર ધનુષની ફિલ્મ ‘રાયન’ની રાહ જોઈ રહ્યા હતા. હવે તેને એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવે છે. ફિલ્મની વાર્તા એક સામાન્ય માણસ પર આધારિત છે, જે પોતાના પરિવારની દર્દનાક હત્યાનો બદલો લેવા નીકળે છે. ન્યાયની શોધમાં તેની યાત્રા તેને અંડરવર્લ્ડની ખતરનાક શેરીઓમાં લઈ જાય છે.
કોરિયન સિરિઝ ‘ધ ફ્રોગ’

નવી કોરિયન સિરિઝ ‘ધ ફ્રોગ’ એક સસ્પેન્સ થ્રિલર છે. ડાયરેક્ટર મો વાન-લી દ્વારા બનાવવામાં આવેલી સિરીઝની વાર્તા કેટલાક સામાન્ય લોકોની આસપાસ ફરે છે, જેમના જીવનમાં અજાણ્યા મહેમાનોના આગમન પછી તોફાન આવી જાય છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.
ઉર્ફી જાવેદની સિરિઝ ‘ફોલો કર લો યાર’

ઈન્ટરનેટ સ્ટાર ઉર્ફી જાવેદની સિરિઝ ‘ફોલો કર લો યાર’ પણ OTT પર રિલીઝ થઈ છે. તે એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકાય છે. આ એક રિયાલિટી શો છે, જેમાં તમે ઉર્ફીને મુશ્કેલીઓનો સામનો કરતી અને ગ્લેમરની દુનિયામાં પોતાનું જીવન જીવતી જોશો.
‘કલ્કી 2898 એડી’

પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ પણ હવે ડિજિટલ દુનિયામાં પ્રવેશી ચૂકી છે. ડાયરેક્ટર નાગ અશ્વિનની આ સુપરહિટ ફિલ્મ તમે Amazon Prime Video અને Netflix પર અલગ-અલગ ભાષાઓમાં જોઈ શકો છો. ફિલ્મની વાર્તા મહાભારતથી પ્રેરિત છે. આમાં પ્રભાસની સાથે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, શાશ્વત ચેટર્જી અને અન્ય સ્ટાર્સ છે.
સીરિઝ ‘એંગ્રી યંગ મેન’

જાવેદ અખ્તર અને સલીમ ખાનની હિટ જોડી પર આધારિત દસ્તાવેજી સીરિઝ ‘એંગ્રી યંગ મેન’ પણ આ અઠવાડિયે પ્રાઇમ વીડિયો પર પ્રસારિત કરવામાં આવી છે. ત્રણ એપિસોડની આ શ્રેણીમાં બંનેની જર્ની પટકથા લેખક તરીકે બતાવવામાં આવી છે. આમાં તમે સલીમ-જાવેદની જોડીની રચના, તેમની અંગત જિંદગી અને જોડીના બ્રેકઅપની વાર્તા જોઈ શકો છો.