આર્થિક સંકટનો ભય : દેશમાં પરિવારો સરકારી બેન્કો પાસેથી લઈ રહ્યા છે વધુ કરજ, રિઝર્વ બેન્કનો અહેવાલ આવ્યો સામે
દેશમાં પરિવારોની બચત ઉપર કરજ ભારે પડી રહ્યું છે. જો ઉધારી જરૂર કરતાં બીજા શોખ પૂરા કરવા માટે વધતી રહે તો આર્થિક સંકટ ઘેરું બની શકે છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહે તો ભારે મુસીબત પડી શકે છે તેમ રિઝર્વ બેન્કના નવા અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલમાં આંકડાકીય માહિતી અપાઈ છે જે મુજબ હવે સરકારી બેંકોથી લોકો વધુ પ્રમાણમાં લોન લઈ રહ્યા છે. જૂન 2024મા હોમ લોન માટે વધુ કરજ લેવાયું હતું જેમાં સરકારી બેન્કોની ભાગીદારી 2 ટકા હતી. ખાનગી બેન્કોની હિસ્સેદારી 0.9 ટકા જ રહી હતી. આમ સરકારી બેન્કો પાસેથી વધુ પ્રમાણમાં લોન લેવાઈ રહી છે.

એ જ રીતે શિક્ષણ લોનમાં પણ સરકારી બેન્કોની જ ભાગીદારી વધુ દેખાય છે જે 3.6 ટકા અને ખાનગી બેન્કોની ભાગીદારી 2 ટકાજ રહી છે. ક્રેડિટ કાર્ડ કરજમાં પણ સરકારી બેન્કોની હિસ્સેદારી 12 ટકા જેટલી સૌથી વધુ રહી છે . જો કે અન્ય રિટેલ લોનમાં ખાનગી બેન્કો આગળ નીકળી ગયેલી દેખાય છે.
આ પણ વાંચો : રાજકોટ ટ્રાફિક પોલીસની મહિને 1 કરોડની કમાણી! ટ્રાફિક નિયમોનો ભંગ કરીને લોકોએ છ મહિનામાં 5.91 કરોડથી વધનો દંડ ભર્યો
અહેવાલમાં જણાવાયા મુજબ પાછલા એક દસકામાં ઘરેલુ કરજ જીડીપીના 26 ટકાથી વધીને 41.9 ટકા થઈ ગયું છે. સાથે પરિવારોની બચતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જે ચિંતાની વાત છે. કોરોના બાદ બચત ઘટવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે.
જો આ જ સ્થિતિ ચાલુ રહે તો અને કરજની સ્પીડ આ રીતે જ વધતી રહે તો આગામી સમયમાં આર્થિક સંકટ પણ ઘેરું બનવાની ભીતિ રહેલી છે તેમ અહેવાલમાં જણાવાયું છે. જરૂર કરતા પસંદગીની ખરીદી માટે લોકો વધુ પર્સનલ લોન લઈ રહ્યા છે.