તામિલનાડુમાં તિરુવન્નમલાઈ જિલ્લામાં બસ અને કાર વચ્ચે ભયંકર ટક્કર, 7 લોકોના કરૂણ મોત
તમિલનાડુમાં તિરુવન્નમલાઈ જિલ્લામાં બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે, જેમાં 5 શ્રમિકો સહિત 7 લોકોના મોત દર્દનાક મોત નિપજ્યા છે. આ અકસ્માત જિલ્લાના ચેંગમ પાસે તિંડીવનમ-કૃષ્ણાગિરી હાઈવે પર સર્જાયો છે.
સરકારી બસ સાથે SUV ધડાકાભેર અથડાઈ
પોલીસના જણાવ્યા અનુસાર, તિંડીવનમ-કૃષ્ણાગિરી હાઈવે પર સોમવારે મોડી રાર્તે એક એસયુવી કાર તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમની બસ સાથે અથડાઈ છે, જેમાં 5 શ્રમિકો સહિત 7 લોકોના મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ કારમાં લગભગ 11 લોકો સવાર હતા અને તે તમામ શ્રમિકો હતા.
કારમાં સવાર 11માંથી 7ના મોત
એસયુવી કારમાં સવાર 11 લોકોમાંથી 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તિરુવન્નામલાઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે જણાવ્યું કે, મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. બસના મુસાફરો કે ડ્રાઈવરને કોઈ નુકસાન થયું નથી. હાલ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
