ફાસ્ટટેગ- GSTમાં આવશે નવા નિયમો..વાંચો
નવા મહિનાની શરૂઆતની સાથે જ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યાં છે. 1 માર્ચથી રૂપિયા અને તમારા બજેટ સાથે જોડાયેલા અનેક નવા નિયમો આવી રહ્યાં છે. જેનાથી તમારા ખિસ્સા પર અસર પડશે
એલપીજી અને સીએનજીના ભાવ
એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. જોકે, ગયા મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ દેશમાં જે રીતે મોંઘવારી વધી રહી છે. આવી સ્થિતિમાં માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમતો વધી શકે છે. જો આમ થશે તો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધશે. જોકે, ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીની કિંમત યથાવત રાખવામાં આવી હતી.
ફાસ્ટેગનું કેવાયસી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગના KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી હતી. જો આ તારીખ સુધીમાં ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ નહી થયું હોય તો તે નિષ્ક્રિય થઈ જશે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે.
ક્રેડિટ કાર્ડ નિયમો
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. SBI 15 માર્ચથી તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક આ જાણકારી ગ્રાહકોને ઈ-મેલ દ્વારા આપી રહી છે.
જીએસટીના નવા નિયમો
કેન્દ્ર સરકાર GST નિયમોમાં મોટો ફેરફાર કરી રહી છે (GST Rules Changing from 1 March 2024). હવે 5 કરોડથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈ-ઈનવોઈસ વિના ઈ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. આ નિયમ 1લી માર્ચથી લાગુ કરવામાં આવશે.