દુનિયાનું સુખ જોઇ લીધુ પણ…રાજકોટ મનપાના નિવૃત્ત ડેપ્યુટી ઇજનેરનો પત્ની સાથે ઝેરી દવા પી સજોડે આપઘાત, સ્યૂસાઇડ નોટમાં સામે આવ્યું કારણ
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી ભીડભંજન સોસાયટીમાં રહેતા મનપાના નિવૃત ડેપ્યુટી ઇજનેર અને તેમના પત્નીએ સ્યૂસાઇડ નોટમાં “દુનિયાનું સુખ જોઈ લીધું પણ બીમારીથી કંટાળી ગયા” તેવું લખી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બંનેએ મોડી રાત્રિના આ પગલું ભર્યું હતું તે પેહલા બંનેએ અમદાવાદ રહેતા પુત્ર અને અન્ય પરિચિતો સાથે ફોનમાં વાત કરી હતી. બનાવને લઈને પરિવારમાં ઘેરો શોક.
આ પણ વાંચો :રાજકોટમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં પતંગોત્સવ યોજવા વિચારણા: 10 જાન્યુઆરીએ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાવવા પ્રયાસ
આ અંગેની વિગતો મુજબ, યુનિવર્સિટી રોડ ગોપાલ ચોક પાસે આવેલી ભીડભંજન સોસાયટી શેરી નં 2 માં રહેતા આને મનપાના નિવૃત ડેપ્યુટી ઇજનેર રાજેન્દ્રભાઈ મોહનભાઈ લખતરિયા (ઉંમર 70 ) તેમના પત્ની પન્નાબેન રાજેન્દ્રભાઈ લખતરિયા (ઉંમર 66) રવિવારે રાત્રિના બે વાગ્યા આસપાસ ઘરે ઝેરી દવા પી લીધા બાદ અંગે સાથે રહેતી પુત્રી હેમાંગીને જાણ કરી હતી. માતા-પિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હોવાનું વાત ખુદ તેમના મુખેથી જ સાંભળતા જ પ્રથમ તો પુત્રી સ્તબધ થઈ ગઈ હતી. જે બાદ તેણીએ બંનેને સારવાર અર્થે ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં સવારે 5 વાગ્યે પ્રથમ રાજેન્દ્રભાઈએ દમ તોડી દીધો હતો અને ત્યારબાદ 8 વાગ્યા આસપાસ પન્નાબેને પણ આંખો મીચી દીધી હતી.
આ પણ વાંચો :વિઝા ગમે તેટલી મુદતના હોય ભારતીયો USના અધિકારીઓ કહે તેટલું જ રોકાઇ શકશે : અમેરિકામાં ભારતીય યાત્રિકો માટે નવી સૂચના
બનાવની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથક એએસઆઈ જીતુભાઈ બાળા સહિતનો કાફલો હોસ્પિટલે દોડી જઇને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલમાં ખસેડ્યો હતો. પોલીસને મૃતક દંપતી પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, ” અત્યારસુધીમાં દુનિયાનું તમામ સુખ જોઈ લીધું, અમારા સંતાનો પણ સારા છે આમરી ખૂબ સેવા કરી કોઈનાથી કોઈ તકલીફ નથી પણ હવે અમે બંને બીમારથી કાંટાળી ગયા છે અત્યારસુધી સાથે જીવ્યા અને સાથે જ જવા માંગ્યે છે જેથી આ પગલું ભરીએ છીએ”
પરિવારજનોના જણાવ્યા મુજબ, રાજેન્દ્ર ભાઈનો સ્વભાવ ખૂબ જ સારો હતો તેઓ કોઈનું દુખ જોઈ ન શકતા હતા કોરોના મહામારી બાદ તેઓએ આખી રાત જાગતા અને સતત વિચારોમાં જ રહેતા આ બાબતે તેમની મનોચિકિત્સક પાસે દવા પણ ચાલુ હતી જ્યારે તેમના પત્ની પન્નાબેન પણ ડાયાબિટીસ સહિતની બીમારીઓથી ઝઝૂમી રહ્યા હતા. રાજેન્દ્રભાઈને બે સંતાનો છે
