મણિપુરમાં ઉગ્રવાદીઓ દ્વારા એલોન મસ્કની કંપનીના ઉપકરણનો ઉપયોગ
મણિપુરમાં ભારતીય સેના અને આસામ રાઇફલ્સના સંયુક્ત ઓપરેશનમાં ઉગ્રવાદીના અડ્ડાઓ પરથી અન્ય શસ્ત્રોની સાથે એલોન મસ્કની કંપની સ્ટારલિંકનું સેટેલાઈટ ઇન્ટરનેટ ઉપકરણ મળી આવતા સુરક્ષા દળો ચોકી ઉઠ્યા છે. સ્ટારલિંકની પેરન્ટ કંપની સ્પેસ એક્સને ભારતમાં કામ કરવા માટે હજુ મંજૂરી નથી મળી ત્યારે એ કંપનીના ઉપકરણનો ઉગ્રવાદી કઈ રીતે ઉપયોગ કરતા થઈ ગયા તેવા સવાલો ઉઠ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ અંગેની ટિપ્પણી નો જવાબ આપતા એલોન મસ્કે સ્ટાર લિંક સેટેલાઈટ બીમ ભારત ઉપર બંધ હોવાનો જવાબ આપ્યો હતો.
સેનાએ સતાવાર રીતે આપેલી માહિતી અનુસાર 13 ડિસેમ્બરના રોજ મણીપુરના ચુરાચંદપુર, ચાંડેલ, ઇમ્ફાલ ઇસ્ટ અને કાંગપોકપી જિલ્લાઓમાં સ્નાઈફર રાઇફલસ ,પિસ્તોલો, ગ્રેનેડ સહિત શસ્ત્રના જંગી જથ્થા સાથે સ્ટાર લીંક નું સેટેલાઈટ ઇન્ટરનેટ ડિવાઇસ મળી આવ્યું મળી આવ્યું હતું. આ ડિવાઇસ દૂરના વિસ્તારોમાં ઝડપી ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે.
મહત્વની વાત એ છે કે થોડા દિવસો પહેલા અંદામાન નિકોબાર પોલીસે બેરેન ટાપુ નજીક દરિયામાંથી 36,000 કરોડના ડ્રગ સાથે મ્યાનમારના એક જહાજને ઝડપી પાડ્યું હતું. એ જહાજમાંથી પણ સ્ટારલિંક સેટેલાઈટ ઇન્ટરનેટ ડિવાઇસ મળી આવ્યું હતું. ભારતીય ટેરીટરી માં સ્ટારલિંકના આધુનિક ઉપકરણનો ગુનાહિત પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હોવાનો ખુલતા સુરક્ષા દળોએ ઊંડી તપાસ હાથ ધરી છે.