યુએસ નો અર્થ તંત્ર બચાવવા મેદાને પડેલા એલોન મસ્ક ખુદ મુશ્કેલીમાં
અમેરિકાનું અર્થતંત્ર બચાવવા માટે કર્મચારીઓને કાઢી મૂકવાથી માંડી અને યુએસએઇડ બંધ કરી દેવા સુધીના આક્રમક પગલાં લેનાર એલોન મસ્કનું ખુદનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. મસ્કની કંપની ટેસ્લાના શેરમાં
સોમવારે એક જ દિવસમાં 15 ટકાનું ગામડું પડતા વોલ સ્ટ્રીટમાં સન્નાટો વ્યાપી ગયો હતો. છેલ્લા ચાર વર્ષમાં
એક જ દિવસમાં થયેલો આ સૌથી મોટો ઘટાડો હતો.
નોંધનીય છે કે 2025 ના પ્રથમ બે મહિનામાં જ
ટેસ્લાના શેરમાં 45 ટકાનો ઘટાડો નોંધાયો છે.જો કે
સોમવારે પડેલા ગાબડાંની પ્રતિક્રિયા આપતા એલોન મસ્કએ લાંબા ગાળે ફાયદો હોવાની રોકાણકારોને ધરપત આપી હતી.
તજજ્ઞોના જણાવ્યા અનુસાર ટેસ્લાના ઇલેક્ટ્રીક વાહનોની ઘટતી જતી માંગ તેમજ અમેરિકાની વિદેશ નીતિમાં પણ મસ્કની સંડાણીને કારણેટેસ્લાના શેર ઉપર વિપરીત અસર પડી રહી છે.
યુબીએસ ગ્રુપના જોસેફ સ્પાર્ક ના કહેવા મુજબ
ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માત્ર 3.67 લાખ ઈલેક્ટ્રીક વાહનો વેચાયા હતા. આ આંકડો ગત વર્ષના એ જ સમયગાળાની તુલનામાં 16% ઓછો છે. એટલું જ નહીં તેમણે ચાલુ વર્ષમાં ટેસ્લા ના વાહનોનું વેચાણ વધવાનું તો એક તરફ રહ્યું પણ પાંચ ટકા ઘટવાની આગાહી કરી છે.
અમેરિકન વ્યાપાર અને બજાર ઉપર નજર રાખતી રોબોટ ડબલ્યુ બાયર્ડ એન્ડ કંપનીના એનાલિસ્ટ બેન ક્લાર્કએ ચીનમાં પણ ટેસ્લાની ઘટતી જતી ડિમાન્ડનો ઉલ્લેખ કર્યો હતો. ટેસ્લાની ચીન ખાતે ની વેબસાઈટ
ઉપર જણાવવામાં આવેલી માહિતી અનુસાર ટેસ્લાના નવા મોડલ વાય ફ્રેશની ડિલિવરી માટેનો વેઇટિંગ પિરિયડ હવે માત્ર બેથી ચાર અઠવાડિયાનો જ રહી ગયો છે. કંપનીની શાંઘાઈ ફેક્ટરીથી વિતરિત થતાં
શીપમેન્ટમાં ફેબ્રુઆરી મહિનામાં 49% નો ઘટાડો થયો હતો. ત્યાંથી માત્ર 30,688 યુનિટોનું વેચાણ થયું હતું
જે ટેસ્લાની માંગમાં થયેલા અભૂતપૂર્વ ઘટાડાનો નિર્દેશ આપે છે. વળી ચીનની ઘર આંગણાની ઈલેક્ટ્રીક વાહનોની બિ વાય ડી કંપની સામે ટેસ્લા હરીફાઈ નો સંઘર્ષ કરી રહી છે.
બીજી તરફ અમેરિકન રાજનીતિમાં મસ્કના વધેલા કદ તેમ જ વિદેશ નીતિમાં તેના ચંચુપાતની પણ વિપરીત અસરો પડી રહી છે. જર્મનીની ચૂંટણીમાં મસ્કએ ભજવેલી ભૂમિકા બાદ જર્મનીમાં ટેસ્લાના એડવાન્સ રજીસ્ટ્રેશનમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોમવારે ટેસ્લાના શેરમાં થયેલો ઘટાડો 2020ના સપ્ટેમ્બર
પછીનો મોટામાં મોટો ઘટાડો હતો. નવેમ્બર મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિજયી થયા બાદ મસ્કને થયેલો બધો ફાયદો તણાઈ ગયો છે.