આજથી ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠક ઉપર ચૂંટણી ઉત્સવ
ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પહેલાં તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે : ૧૯ એપ્રિલે થશે મતદાન
લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા પછી હવે મહત્વના તબક્કાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. આજથી દેશના ૨૧ રાજ્યોની ૧૦૨ સીટ ઉપર ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે. આ રાજ્યોમાં ૧૯ એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે.
જે રાજ્યોમાં આજથી ફોર્મ ભરવાનું શરુ થવાનું તે રાજ્યોમાં અરુણાચલ પ્રદેશની બે બેઠક, , આસામની પાંચ બેઠક, બિહાર(4), છતીસગઢ(1), મધ્યપ્રદેશ(6), મહારાષ્ટ્ર(5), મણીપુર(2), મેઘાલય(2), મિઝોરમ(1), નાગાલેંડ(1), રાજસ્થાન(12), સિક્કિમ(1), તમિલનાડુ(39), ત્રિપુરા(1), ઉત્તરપ્રદેશ(8), ઉત્તરાખંડ(5), પશ્ચિમ બંગાળ(3), આંદામાન-નિકોબાર ટાપુઓ(1), જમ્મુ-કાશ્મીર(1), લક્ષદ્વીપ(1), અને પુદ્દુચેરી(1)નો સમાવેશ થાય છે.
આ રાજ્યોની ૧૦૨ બેઠકો ઉપર આજથી ૨૮ માર્ચ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ૩૦ માર્ચે ચકાસણી થશે અને ૨ એપ્રિલે ફોર્મ પાછા ખેંચી શકાશે.
આ તબક્કામાં જે બેઠકો ઉપર મતદાન થવાનું છે તેમાં અરુણાચલ પશ્ચિમ, અરુણાચલ પૂર્વ, કાઝીરંગા, સોનિતપુર, લખીમપુર, ડિબ્રુગઢ, જોરહાટ, ઔરંગાબાદ, ગયા, નવાદા, જમુઈ, બસ્તર, સીધી, શહડોલ, જબલપુર, મંડલા, બાલાઘાટ, છિંદવાડા, રામટેક, નાગપુર, ભંડારા – ગોંદિયા, ચિમરોચી ચંદ્રપુર, મણિપુર, ગ્રામિણ મણિપુર, શિલોંગ, તુરા, મિઝોરમ, નાગાલેન્ડ, ગંગાનગર, બિકાનેર, ચુરુ, ઝુંઝુનુ, સીકર, જયપુર ગ્રામીણ, જયપુર, અલવર, ભરતપુર, કરૌલી-ધોલપુર, દૌસા, નાગૌર, સિક્કિમ, તિરુવલ્લુર, ચેન્નાઈ ઉત્તર ચેન્નાઈ સાઉથ, ચેન્નાઈ સેન્ટ્રલ, શ્રીપેરુમ્બુદુર, કાંચીપુરમ, અરક્કોનમ, વેલ્લોર, કૃષ્ણાગિરી, ધરમપુરી, તિરુવન્નામલાઈ, અરાની, વિલુપ્પુરમ, કલ્લાકુરિચી, સાલેમ, નમક્કલ, ઈદોર, તિરુપુર, નીલગિરિસ, કોઈમ્બતુર, પોલ્લાચી, ડીંડીગુલ, ક્રિષ્નાપુરમ, ક્રિષ્નાપુરમ, ક્રિષ્નાપુરમ ચિદમ્બરમ, માયલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, થંકજાવર, શિવગંગા, મદુરાઈ, થેની, વિરુધુનગર, રામનાથપુરમ, થૂથુક્કુડી, તેનકાસી, તિરુનેલવેલી, કન્નિયાકુમારી, ત્રિપુરા પશ્ચિમ, સહારનપુર, કૈરાના, બિજનૌર, મુઝફ્ફર મુરાદાબાદ, રામપુર, પીલીભીત, ટિહરી ગઢવાલ, ગઢવાલ, અલ્મોડા, નૈનીતાલ-ઉધમસિંહ નગર, હરદ્વાર, કૂચબિહાર, અલીપુરદ્વાર, જલપાઈગુડી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉધમપુર, લક્ષદ્વીપ, પુડુચેરીનો સમાવેશ થાય છે.
જ્યાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે તે પૈકી કેટલાક રાજ્યોમાં હજુ ઉમેદવારોના નામની જાહેરાત તહી નથી તેથી છેલ્લી ઘડી સુધીનું સસ્પેન્સ ઉભું થયુ છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે અને ભારતીય જનતા પાર્ટી એ રાજ્યની તમામ બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
ઉત્તર પ્રદેશની પીલીભીત સીટ માટે પહેલા તબક્કામાં મતદાન થવાનું છે. અને તેના એક દિવસ પહેલા સુધી ભાજપ અને સપાએ તેમના કાર્ડ ખોલ્યા નથી. વરુણ ગાંધી આ બેઠક પરથી સાંસદ છે અને હવે તેમના રાજકીય ભવિષ્યને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.