હઠાગ્રહી કેજરીવાલને ઇડીનું પાંચમું સમન્સ, શુક્રવારે બોલાવ્યા
દિલ્હીની દારૂનીતિ કૌભાંડ અંતર્ગત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેમેય કરીને ઇડીની સામે હાજર થતાં નથી અને હવે એમને પાંચમું સમન્સ પાઠવીને ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે અને બીજી ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે એમને ઇડી સામે હાજર થવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ પહેલા ઇડી દ્વારા ૪ સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ કેજરીવાલે તેને ગેરકાયદેસર ગણાવ્યા હતા. છેલ્લે ૧૮મી જાન્યુઆરીએ એમને સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ બીજા રાજ્યની મુલાકાતે ચાલ્યા ગયા હતા અને સતત એમણે સમન્સની અવગણના કરી છે. હવે શુક્રવારે તેઓ હજાર થાય છે કે નહિ તે જોવાનું રહેશે.
કેજરીવાલે એવો આરોપ પણ મૂક્યો હતો કે, લોકસભાની ચુંટણીમાં હું પ્રચાર ન કરી શકું તેવા કાવતરા સાથે કેન્દ્ર સરકાર ઇડીનો દૂરપયોગ કરી રહી છે.