ઇડીએ આપના કયા નેતાને બોલાવી કરી પૂછતાછ ? જુઓ
કોને, કોને બોલાવ્યા હતા ?
દિલ્હી દારૂનીતિ કાંડમાં કાર્યવાહી ચાલુ જ રહી છે અને વધુ નેતાઓ રડારમાં આવી રહ્યા છે. ઇડીએ આ કેસમાં આપ નેતા અને ધારાસભ્ય દુર્ગેશ પાઠકને સોમવારે સમન્સ મોકલ્યું હતું. એ જ રીતે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વૈભવ કુમારની સોમવારે પૂછપરછ કરી હતી. દુર્ગેશ પાઠક પણ બપોરે જ ઇડીની કચેરી પર પહોંચી ગયા હતા અને એમની પણ પૂછતાછ થઈ હતી.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, ‘ગોવા વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવેલી રોકડ ચૂકવણી અંગે કેટલાક નિવેદનો લીધા છે, જેની તપાસ એજન્સીએ કરી હતી, આ નિવેદનોમાં દુર્ગેશ પાઠકનું નામ સામે આવ્યું છે. , તપાસ એજન્સીએ દુર્ગેશ પાઠકને આ રોકડ વ્યવહારને સંબંધિત પૂછપરછ કરી હતી.
દુર્ગેશ પાઠક ગોવા ચુંટણી વખતે પ્રભારી હતા અને એમના માર્ગદર્શનમાં જ રૂપિયાની લેતી દેતી થઈ હોવાની વાત બહાર આવી હતી અને એટલા માટે જ ઇડી દ્વારા એમની પૂછતાછ કરાઇ હતી. એમ માનવામાં આવે છે કે હજુ પણ કેટલાક નેતાઓ રડારમાં આવી શકે છે.