‘વોઇસ ઓફ ડે’નાં સમાચારનો પડઘો : રાજકોટ GST અપીલમાં મળ્યા એક સાથે બે ડેપ્યુટી કમિશનર
રાજકોટ જીએસટી અપીલમાં ફાસ્ટટ્રેક સુનાવણી શરૂ તો થઈ ગઈ છે જેમાં હજુ પણ આ કેસોનું હિયરિંગ વધુ સ્પીડ પકડશે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ GST અપિલમાં એક સાથે બે -બે ડેપ્યુટી અપીલ કમિશનરની નિયુક્તિ થતાં વર્ષો જુના પેન્ડિંગ કેસો આગળ વધશે. તાજેતરમાં “વોઇસ ઓફ ડે” એ વેપારીઓ અને વકીલોની આ વ્યથાને સમજી જેનાં સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા.

ગત 8 જૂને “વોઇસ ઓફ ડે” અખબારમાં “રાજકોટ જીએસટી અપીલ ટાર્ગેટ પૂરો કરવા વેપારીઓને બનાવે છે “ટાર્ગેટ” આ અહેવાલને પડઘો પડ્યો છે,ગઈકાલે રાજકોટ સહિત ગુજરાત GST વિભાગમાં બઢતી અને બદલીના ઓર્ડરો થતાં જેમાં ગુજરાતમાં પ્રથમવાર રાજકોટ GST અપીલમાં એક સાથે બે -બે ડે.કમિશનરનાં પોસ્ટિંગના ઓર્ડરો આવ્યા છે.

મંગળવારે મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરીનાં થયેલાં ઓર્ડરમાં રાજકોટ વિવાદ 2 માં સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે ધર્મેશકુમાર ગોયાણીની નિયુક્તિ થઈ છે,જ્યારે અપિલ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે કુલદીપ કેસરિયા ચાર્જમાં છે અને આ ઉપરાંત શિવમ જાનીની નાયબ રાજ્યવેરા કમિશનર તરીકે નિમણુંક થતાં હવે રાજકોટ જીએસટી અપીલમાં 2 ડેપ્યુટી કમિશનર મળ્યાં છે.
રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં એકતરફી ચુકાદાની સમસ્યાઓથી વેપારીઓ ત્રાહિમામ થઈ ગયાં હતાં.યોગ્ય સમય આપવાને બદલે દર મહિને નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરવાની હોડમાં આડેધડ સુનાવણી સામે વેપારી સંગઠનો અને ટેક્સ બાર એસો.એ પણ સરકાર સામે બાંયો ચડાવી હતી.એસો.એ એવી રજુઆત સાથે ફરિયાદ કરી હતી કે,દર મહિને જીએસટીનાં અધિકારીઓને અપીલ માટે આવેલાં કેસનો જલ્દીથી નિકાલ કરવા ઘડાઘડ એકતરફી ચુકાદા આપી દે છે તેવા આક્ષેપ સાથે દર મહિને 1000 જેટલા ચુકાદો એકતરફી આપતાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો : રાઈડસ વગર પણ રાજકોટનો લોકમેળો ટનાટન જ યોજાશે! પ્લાન-B રેડી, SOPમાં કોઈ જ બાંધછોડ નહીં : કલેકટર
રાજકોટ GST જોઈન્ટ કમિશનર તરીકે મહેશ પટેલને સંપૂર્ણ ચાર્જ
GST જોઈન્ટ કમિશનર રાજકોટ તરીકે મહેશ પટેલ ઇન્ચાર્જમાં હતાં,એમની પાસે અપીલ વિભાગમાં પણ કમિશનર તરીકેનો ચાર્જ હતો, હવે નવા ઓર્ડરમાં મહેશ કુમારની વિભાગ 10 માં ઇન્ચાર્જના બદલે સંપૂર્ણ ચાર્જ આપી જોઈન્ટ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.જ્યારે તેમને અપીલની જવાબદારીમાંથી મુક્ત કરાયાં છે.