અફઘાનમાં ભૂકંપથી વિનાશ : મૃત્યુ આંક 812 ઉપર પહોંચ્યો, 2500થી પણ વધુ લોકો ઘાયલ,તસવીરો જોઈને હચમચી જશો
ભૂકંપથી અફઘાનિસ્તાનમાં ભારે વિનાશ થયો છે. રવિવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વ ભાગમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. અહીં 6.3ની તીવ્રતા અંકાઇ હતી. આ દરમિયાન 812 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 3000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના આંચકાની અસર પાકિસ્તાન અને ભારતમાં પણ અનુભવાઈ હતી. ભારતે તરત જ સહાયતા પહોંચાડી હતી અને તંબુ તથા અનાજ મોકલ્યું હતું. વડાપ્રધાન મોદીએ શક્ય બધી જ મદદ કરવાની ખાતરી આપી હતી અને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
Deeply saddened by the loss of lives due to the earthquake in Afghanistan. Our thoughts and prayers are with the bereaved families in this difficult hour, and we wish a speedy recovery to the injured. India stands ready to provide all possible humanitarian aid and relief to those…
— Narendra Modi (@narendramodi) September 1, 2025
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેઅનુસાર, ગઈકાલે રાત્રે અફઘાનિસ્તાન તેમજ દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે અહીં કોઈ નુકસાની થઈ નહતી. જો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

અફઘાન નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ 812ના મોતની પુષ્ટિ કરી છે. રહીમી કહે છે કે ભૂકંપના તીવ્ર આંચકાને કારણે ઘણા ઘરો ધરાશાયી થયા હતા. તરત જ બચાવ રાહત ઓપરેશન શરૂ કરી દેવાયું હતું.
Afghanistan Earthquake Update 🚨
— Mayank (@mayankcdp) September 1, 2025
622+ Deaths
700+ Injured
Officially Confirmed ✅
A 6.2-magnitude earthquake struck Jalalabad in Nangarhar Province and Kunar Province.
Rescue Operation is Underway.
Prayers for Everyone ❤️🙏 #Afghanistan #AfghanistanEarthquake pic.twitter.com/ZJEq2pPXmE
ભૂકંપ ક્યારે આવ્યો?
યુએસજીએસ મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ જલાલાબાદથી 27 કિલોમીટર ઉત્તરપૂર્વમાં જમીનથી 8 કિલોમીટર નીચે નોંધાયું હતું. આ ભૂકંપ રવિવાર-સોમવાર રાત્રે 12:47 વાગ્યે આવ્યો હતો. અફઘાનિસ્તાન ઉપરાંત, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
In response to the earthquake, the Afghan government has mobilized all available resources, rescue teams, medical units & emergency supplies, to assist the victims. Relief operations continue tirelessly to bring hope & support to affected communities. #AfghanistanEarthquake pic.twitter.com/9StJrMZYfA
— Muhammad Jalal (@MJalalAf) September 1, 2025
દિલ્હી NCRમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ હતી. મધ્યરાત્રિએ અચાનક ધરતી ધ્રુજવાથી ઘણા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. લોકોમાં ગભરાટનું વાતાવરણ હતું. જોકે, દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનની તુલનામાં હળવા હતા, જેના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું.
