મેરઠમાં વહેલી સવારે એન્કાઉન્ટર : લોરેન્સ ગેંગનો બદમાશ જિતેન્દ્ર ઠાર, વાંચો આરોપીની ક્રાઇમ કુંડળી
ઉત્તર પ્રદેશના મેરઠમાં બુધવારે વહેલી સવારે એક એન્કાઉન્ટર થયું હતુ જેમાંલોરેન્સ બિશ્નોઈ ગેંગનો મેમ્બર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઠાર મારવામાં આવ્યો હતો. STFના નોઈડા યુનિટ અને પોલીસે આ એન્કાઉન્ટર કર્યું છે. ગાઝિયાબાદ પોલીસે જીતેન્દ્ર પર 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરી રાખ્યું હતું. પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
મળતી માહિતી પ્રમાણે બે વાગ્યા બાદ ભોરમાં આ એન્કાઉન્ટર થયું છે. મેરઠના મુંડાલી વિસ્તારમાં એસટીએફ અને પોલીસે જિતેન્દ્રની ઘેરાબંધી કરી હતી. જિતેન્દ્રને હથિયાર નાખીને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસની જવાબી ફાયરિંગમાં તેને ગોળી વાગી ગઈ. જિતેન્દ્રને ઈજાગ્રસ્ત થયા બાદ પોલીસે પકડી લીધો અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જિતેન્દ્રનું મોત નીપજ્યું.
હરિયાણાનો રહેવાસી હતો જિતેન્દ્ર
એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલો જિતેન્દ્ર ઉર્ફે જીતુ હરિયાણાના ઝજ્જરના અસૌંદા સિવાન ગામનો રહેવાસી હતો. જણાવાઈ રહ્યું છે કે તેના વિરુદ્ધ આઠ કેસ નોંધાયા હતા. 2026માં થયેલા ડબલ મર્ડરમાં તેને આજીવન કેદની સજા સંભળાવાઈ હતી. મળતી જાણકારી અનુસાર તે 2023માં પેરોલ પર જેલથી બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી. ગાઝિયાબાદ પોલીસે ટીલા વળાંક નજીક 2023માં થયેલી હત્યાના કેસમાં વોન્ટેડ હોવાના કારણે જિતેન્દ્ર પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જિતેન્દ્ર વિશે એસટીએફને માહિતી મળી. જેના આધારે જિતેન્દ્રની મેરઠમાં ઘેરાબંધી કરવામાં આવી જ્યાં અંતે એન્કાઉન્ટરમાં તે ઠાર મરાયો.
જિતેન્દ્ર ઉર્ફે જીતુનો ક્રાઈમ રેકોર્ડ
1. કેસ નંબર 333/16 us 379 A IPC, 25 Arms Act, બહાદુર ગઢ ઝજ્જર હરિયાણા (તારીખ 29-08-018 એ પાંચ વર્ષની સજા કોર્ટથી થઈ).
2. કેસ નંબર 609/16 us 398/401 IPC 25 Arms Act બહાદુરગઢ ઝજ્જર હરિયાણા.
3. કેસ નંબર 376/16 us 449/302/120B IPC 25 Arms Act બદાદુર ગઢ, ઝજ્જર (તારીખ 3-2-18એ કોર્ટથી આજીવન સજા થઈ).
4. કેસ નંબર 341/16 us 392/397/342/379 IPC 25 Arms Act બહાદુર ગઢ, ઝજ્જર હરિયાણા (તારીખ 29-8-18 એ કોર્ટથી દસ વર્ષની સજા થઈ).
5. કેસ નંબર 697/16 us 394/34 IPC, 25 Arms Act ઝજ્જર.
6. કેસ નંબર 293/16 us 392/34 IPC કંઝવાલા દિલ્હી (વોન્ટેડ).
7. કેસ નંબર 394/16 us 382/24/411 IPC વિકાસપુરી દિલ્હી.
8. કેસ નંબર 611/23 us 147/148/149/302/34 IPC, તિલામોડ ગાઝિયાબાદ.