પત્નીની આ ટેવને કારણ યુવાને આપઘાત કરી લીધો..જુઓ
ઈન્સ્ટાગ્રામ ઉપર રીલ વાયરલ કરીને રાતોરાત પ્રખ્યાત થવાની ઘેલછા હવે રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે.યુવતીઓ મેટ્રો ટ્રેનના ડબ્બાઓમાં પણ રીલ બનાવે છે અને ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો ઉપર નાચગાન કરીને પણ રીલ બનાવે છે.રીલ ઉત્પાદન ઉદ્યોગમાં થયેલા આ વિકાસને કારણે અનેક દુર્ઘટનાઓ બની છે અને એવી જ એક ઘટનામાં પત્નીની રીલ બનાવવાની ઘેલછાથી કંટાળી કર્ણાટકમાં એક યુવાને આપઘાત કરી લીધો હતો.
કર્ણાટકના ચામરાજનગરના હાનુરું વિસ્તારમાં રહેતા 34 વર્ષના કુમાર નામના યુવાનની પત્ની વારંવાર પોતાના રીલ બનાવીને ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કરતી હતી.પત્નીના આ જાહેર પ્રદર્શનથી નારાજ કુમારને એ મુદ્દે પત્ની સાથે અનેક વખત બોલાચાલી થતી હતી પણ પત્ની રીલ બનાવવામાં પાછું વળીને જોતી નહોતી.અંતે કંટાળેલા કુમારે એક વૃક્ષની ડાળી ઉપર લટકી જઈને આપઘાત કરી રીલ અને પત્ની બન્નેથી છુટકારો મેળવી લીધો હતો.