મહાકુંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ
કેલીફોર્નિયા સ્થિત જુના અખાડાના મહાત્મા રામપુરી મહારાજે આપ્યુ આમંત્રણ
વિશ્વના સૌથી મોટા સનાતન સમાગમ એવા મહાકુંભમાં અતિથિવિશેષ તરીકે હાજર રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યુ છે. કેલીફોર્નિયા સ્થિત જુના અખાડાના પ્રવક્તા અને શ્રી દૂધેશ્વર પીઠાધીશ્વર મહંત નારાયણગીરીએ જણાવ્યું છે કે, ટ્રમ્પ પહેલી વાર કુંભમાં હાજરી આપી શકે છે. જુના અખાડા તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને વિજય બદલ અભિનંદન આપવામાં આવ્યા છે અને મહાકુંભમાં અતિથિવિશેષપદે ઉપસ્થિત રહેવા આમંત્રણ પણ આપવામાં આવ્યુ છે.
તેમણે કહ્યું હતું કે, કેલીફોર્નિયા સ્થિત જુના અખાડાના મહાત્મા રામપુરી મહારાજે ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા આપીને પ્રયાગરાજ ના કુંભમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ટ્રમ્પને આધ્યાત્મિક વૈભવ અને ભારતીય સંસ્કૃતિનો સાક્ષાત અનુભવ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિને લીધે મહાકુંભનું ગૌરવ વધશે એટલું જ નહી સનાતન પણ મજબુત થશે.