ડોનાલ્ડ ટ્રમ્પ મેકડોનાલ્ડમાં બન્યા કૂક : ફ્રેંચ ફ્રાઈસ બનાવીને સર્વ કરતા જોવા મળ્યા, વિડીયો થયો વાયરલ
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પેન્સિલવેનિયામાં પ્રચાર દરમિયાન રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે મેકડોનાલ્ડ્સ પહોંચ્યા હતા અને લોકોને પોતે ફ્રેન્ચ ફ્રાઈઝ પીરસ્યા હતા. 78 વર્ષીય ભૂતપૂર્વ પ્રમુખ, જેઓ તેમના ડેમોક્રેટ હરીફ કમલા હેરિસ સાથે વ્હાઇટ હાઉસની રેસમાં જોડાયેલા છે, તેઓ બટાકા તળતા હતા ત્યારે તેમના સફેદ શર્ટ અને લાલ ટાઈ પર કાળો અને પીળો એપ્રોન પહેર્યો હતો. આ પછી, ટ્રમ્પ ફિલાડેલ્ફિયાની બહાર મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીની ડ્રાઇવ-થ્રુ વિન્ડોમાંથી તેમના કેટલાક સમર્થકોને ફ્રાઈસ આપતા જોવા મળ્યા હતા.
He was working the fryer like a true pro 😎 👨🍳 https://t.co/SaJ1Gskugb
— Dominic Michael Tripi (@DMichaelTripi) October 20, 2024
આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું હતું કે, “મને આ કામ ગમે છે. મને અહીં ખૂબ જ મજા આવે છે.” “હું હંમેશા મેકડોનાલ્ડ્સમાં કામ કરવા માંગતો હતો,” તેણે તેના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ કરેલા વિડિયોમાં જણાવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પનો ફ્રેંચ ફ્રાઈસ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે મેકડોનાલ્ડના કર્મચારીઓ સાથે વાત કરવાની સાથે તે ફ્રાઈસ પણ બનાવી રહ્યો છે. આ પછી તેણે રેસ્ટોરન્ટના ડ્રાઇવ થ્રુમાં લોકોને ભોજન પણ પીરસ્યું. આ દરમિયાન, તેણે એક પરિવાર સાથે પણ વાત કરી અને તેમને કહ્યું કે આ માટે કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી, કારણ કે ટ્રમ્પ પોતે તેના માટે ચૂકવણી કરશે.
ટ્રમ્પે કહ્યું કે, અહીં ભીડ જુઓ. તેઓ ખૂબ ખુશ છે કારણ કે તેમની પાસે ઉમ્મીદ છે. તેમને આશાની જરૂર છે. મેં હવે કમલા કરતાં 15 મિનિટ વધુ કામ કર્યું છે. ટ્રમ્પે ગયા મહિને ઇન્ડિયાના, પેન્સિલવેનિયામાં એક ઝુંબેશ કાર્યક્રમમાં હેરિસની અગાઉની નોકરીનો સંદર્ભ આપતા કહ્યું હતું કે, હું ફ્રાય કૂક તરીકે કામ કરવા માંગુ છું, કારણ કે જોઇ શકું કે તે કઇ રીતે થાય છે.