શું તમારે સ્વ. સુશાંતસિંહ સાથે વાત કરવી છે? AI ટૂલ થયું વાયરલ,પરિવારના સભ્યો થયા પરેશાન, જાણો શું છે મામલો
બોલિવૂડ સ્ટાર સ્વર્ગસ્થ સુશાંત સિહ રાજપૂત ફરી એકવાર હેડલાઈન્સમાં છે. તેમના અવાજ અને જવાબો સાથે એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં, 5 લાખ 50 હજારથી વધુ લોકો આ ટૂલમાં જોડાયા છે અને સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા અચાનક વધી ગઈ છે. હવે આવા એઆઇ ટૂલ્સ પ્રત્યે પરિવારની નારાજગીએ એક નવી ચર્ચા શરૂ કરી છે.

ઘણી મોટી કંપનીઓ એઆઇ ટૂલ્સ લાવી છે અને તેને લોકપ્રિય બનાવવા માટે ઘણી યુક્તિઓ પણ અપનાવવામાં આવી રહી છે. Meta AI અને Google એ પણ તમામ પ્રકારના ચેટબોટ્સ શરૂ કર્યા છે જે તમને અલગ અલગ રીતે મદદ કરે છે. સુશાંત સિહ રાજપૂતનું ટૂલ પણ કંઈક આવું જ છે. કોઈપણ એઆઈ ચેટબોટમાં પહેલા તેની થીમ અને રચના અનુસાર તમામ ડેટા તેમાં ફીડ કરવામાં આવે છે. પછી આ ડેટાને જોડીને, એઆઈ તમારા આદેશ મુજબ પરિણામ આપે છે. સુશાંત સિહ રાજપૂતનું એઆઈ ટૂલ પણ એ જ રીતે કામ કરે છે, તેમાં સુશાંત સિહ રાજપૂતનો ઓનલાઈન ડેટા ફીડ કરવામાં આવ્યો છે, જેમાં તેના ઇન્ટરવ્યુ, નિવેદનો, ફિલ્મો અને વીડિયોનો સમાવેશ થાય છે. વપરાશકર્તાઓ તેમાં પ્રશ્નો પૂછે છે અને આ એઆઈ ટૂલ તે પ્રશ્નનો જવાબ ખૂબ જ સુશાંત સિહ રાજપૂત શૈલીમાં આપે છે.

પરિવારે નારાજગી દર્શાવી એપ્લિકેશન હટાવવાની વિનંતી કરી
રિપોર્ટ અનુસાર, સુશાંત સિંહ રાજપૂતના પરિવારે આ ટૂલ વિશે ઊંડી ચિતા વ્યક્ત કરી છે. તેઓએ મેટા ઇન્ડિયાને એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમણે તે એપ્લિકેશનને દૂર કરવા વિનંતી કરી છે જેને તેઓ “અસંવેદનશીલ” માને છે. મળતી માહિતી મુજબ, મેટાના એક આંતરિક સૂત્રએ તેના વિશે જણાવ્યું છે કે એઆઇની મદદથી સુશાંત સિહ રાજપૂતના અવાજ અને વ્યક્તિત્વને ફરીથી બનાવવું પરિવાર માટે ખૂબ જ હૃદયદ્રાવક છે.
