મહયુતીના નેતાઓની બેગમાં શું માત્ર આંતરવસ્ત્રો જ હોય છે..?
મહારાષ્ટ્રના યવતમાલમાં વાની હેલીપેડ ખાતે ઉદ્ધવ ઠાકરેની પોલીસ દ્વારા બેગ ચેક કરવાની ઘટનાને કારણે ભારે વિવાદ થયો છે. ઉદ્ધવ ઠાકરે પોતે એક ઘટનાનો વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેઓ પોલીસને એવું પૂછતા જણાય છે કે શું પોલીસ આ રીતે જ મોદી અને શાહની બેગ પણ ચેક કરશે?
આ ઘટના બાદ મહાયતી અને મહાવિાસ અઘાડીના નેતાઓ સામસામે આવી ગયા છે. શિવસેના ઠાકરેના નેતા સંજય રાઉતે કહ્યું કે એકનાથ અને અજીત પવાર બંનેએ 25 25 કરોડ રૂપિયા મોકલ્યા છે. એમની બે કદી ચેક કરવામાં આવી છે? તેમણે કટાક્ષ કરતાં પૂછ્યું કે શું મહા યુક્તિના નેતાઓ બેગમાં માત્ર આંતરવસ્ત્રો જ રાખે છે?
શરદ પવારે પણ આ ઘટનાનો વિરોધ કરતા કહ્યું કે સત્તા તેમના હાથમાં છે અને તેઓ કોઈપણ રીતે વિરોધ પક્ષને હેરાન કરવાની નીતિ અપનાવી રહ્યા છે. આવા અધિકારીઓએ ભવિષ્યમાં ભોગવવું પડશે એવી ચેતવણી તેમણે આપી હતી.આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ કે કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે વિરોધ પક્ષના નેતાઓને આ રીતે અપમાનિત કરવામાં આવે છે. સામા પક્ષે શિવસેના ( શિંદે )ના પ્રવક્તાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને તેમણે ચોરેલા પૈસા જાહેર થઈ જવાનો ડર લાગે છે. ભાજપ પાર્ટી સેલના વડા અમિત માલવીયએ ઉદ્ધવ ઠાકરે ચૂંટણી પંચને દબાવવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે કોઈ રાજા મહારાજા નથી કે તેમની બે ચેક ન થઈ શકે.