શેરબજારમાં દિવાળી ટાણે હોળી : સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ તુટ્યો
15 જ મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા! સતત છઠ્ઠા દિવસે શેર માર્કેટમાં હાહાકાર,
ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો હતો અને સેન્સેક્સમાં ૯૦૦ પોઈન્ટનો ભારે ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીમાં પણ ૨૬૯ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. નકારાત્મક વૈશ્વિક સંકેતો, તેલની વધતી કિંમતો, મધ્ય પૂર્વમાં તણાવને કારણે વિશ્વભરના શેરબજારો લાલનિશાન પર જોવા મળ્યા હતા. શેરબજારમાં છેલ્લા છ દિવસથી મંદી છવાયેલી છે અને રોકાણકારો રાતા પાણીએ રોઈ રહ્યા છે.
15 મિનિટમાં રોકાણકારોના 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા!
આજે માર્કેટ ખુલતાની સાથે જ શરૂઆતની 15 મિનિટમાં રોકાણકારોએ માત્ર 15 મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. જ્યારે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા ઘટાડાને કારણે રોકાણકારોનાં રૂ. 18.85 લાખ કરોડનું નુકસાન થયું છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે માર્કેટ ભાગ્યે જ કમબેક કરી શકશે.
અ શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો
તમામ 13 મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સમાં નુકસાન થયું છે. હાઇ વેઇટેજ ધરાવતા બેંકો અને આઈ ટી શેરો અનુક્રમે 1% અને 1.5% તૂટ્યા છે. ટેક મહિન્દ્રાએ 16 વર્ષમાં તેના નફામાં સૌથી મોટો ઘટાડો નોંધાવ્યા પછી, 3% કરતાં વધુ ગબડ્યો છે.રિયલ્ટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે મેટલ્સ, ઓટો અને જાહેર ક્ષેત્રની બેંકો દરેક એક ટકા થી વધુ ઘટી હતી.