ડિજિટલ અરેસ્ટે યુવાનનો ભોગ લીધો : નકલી CBI ઓફિસરની ધમકીથી ગભરાઈને 11 લાખ ચૂકવ્યા બાદ કર્યો આપઘાત
કર્ણાટકના કેલાગેરે ગામમાં એક યુવાને ડિજિટલ એરેસ્ટ ની ધમકીથી ડરીને 11 લાખ રૂપિયા ચૂકવી દીધા પછી પણ ધમકીઓ અને હેરાનગતિ ચાલુ રહેતા આપઘાત કરી લીધો હતો.બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કુમાર નામના યુવાને વૃક્ષ ઉપર લટકી જઈને જિંદગી ટૂંકાવી દીધી હતી. સુસાઇડ નોટમાં તેણે ડિજિટલ એરેસ્ટ ની ધમકીથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર વિક્રમ ગોસ્વામી નામની વ્યક્તિએ પોતાની ઓળખ CBIના ઓફિસર તરીકે આપી અને કુમારને ધરપકડ કરવાની ધમકી આપી હતી. તેની માગણીને વશ થઈ કુમારે 1.95 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે ત્યારબાદ પણ
ધરપકડ કરવાની ધમકી ચાલુ રહેતા તબક્કા વાર કુમારે અલગ અલગ બેંક ખાતાઓમાં 11 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
આ પણ વાંચો : ભારતમાં છેલ્લા 5 વર્ષમાં વિમાનના એન્જિન બંધ થઈ જવાની 65 ઘટના : 17 મહિનામાં 11 Mayday ડિસ્ટ્રેસ કોલ નોંધાયા
જોકે કથિત સીબીઆઇ ઓફિસરે ધમકીઓ આપવાનું ચાલુ રાખી વધુ રકમની માંગણી કરતા અંતે કુમારે આપઘાત કરી લીધો હતો. સુસાઇડ નોટમાં કુમારે ફોન નંબર સહિતની આપેલું વિગતોના આધારે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.