ધર્મેન્દ્રને પ્રથમ ફિલ્મ માટે મળી હતી 51 રૂપિયા ફી : 6 દસકાની કેરિયરમાં 300 ફિલ્મોમાં અભિનય, હી-મેનની અંતિમ ફિલ્મની ફી સાંભળીને ચોંકી જશો
ધર્મેન્દ્રએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવા માટે જે સંઘર્ષ કર્યો હતો અને જે આર્થિક તંગી વેઠી હતી તેનો ખ્યાલ એમણે એક ઇન્ટરવ્યૂમાં આપ્યો હતો. મુંબઇમાં આવ્યા ત્યારે એમના ખિસ્સામાં 10 રૂપિયા પણ રહેતા ન હતા. એમને પ્રથમ ફિલ્મ માટે રૂા.51 જેટલી ફી મળી હતી અને એમની અંતિમ ફિલ્મમાં એમણે રૂા.5 કરોડની ફી લીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે એક દિવસ રાત્રે મારી પાસે ખાવાના પૈસા ન હતા ત્યારે ઘરે ઇસબગુલનું પડીકું જોઈ ગયો અને તે પાણીમાં નાખીને પી ગયો હતો અને સૂઇ ગયો હતો.
ધર્મેન્દ્રએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ ફિલ્મથી કરી હતી, જેનું નિર્દેશન ડાયરેક્ટર અર્જુન હિંગોરોનીએ કર્યું હતું. આ ફિલ્મ માટે અભિનેતાને ફી તરીકે 100 રૂપિયા પણ મળ્યા નહોતા. તેમણે રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં પોતાની ફીસનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો :ધર્મેન્દ્રની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ : લોનાવાલા ફાર્મહાઉસથી ફેન્સ માટે છેલ્લા મેસેજમાં શું કહી ગયા હી-મેન? જુઓ
300થી વધુ ફિલ્મોમાં અભિનય
વિતેલી પેઢીના વરિષ્ઠ અને સદાબહાર તેમજ ખાસ કરીને ‘હી-મેન’ તરીકે ગણાયેલા સુપ્રસિદ્ધ અદાકાર ધર્મેન્દ્રએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પગ મૂક્યો અને પંજાબમાં પોતાના ગામમાંથી એક પેટી લઈને તેઓ મુંબઈ આવ્યા હતા ત્યારે ખૂબ ભયાનક સંઘર્ષ કરવો! પડ્યો હતો.એક જિન્દા દિલ માનવી અને દરેક રંગમાં જીવ પૂરનારા કલાકાર તરીકે એમણે પોતાની ઈમેજ સ્થાપિત કરી હતી અને 300થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.
આ પણ વાંચો :તો હું સંસદની છત ઉપરથી કૂદી જઈશ! ચુંટણીના પ્રચારમાં ધર્મેન્દ્રએ સરકારને શોલેના ડાયલોગ જેવી આપી’તી ચેતવણી
એમની 6 દસકાની યાદગાર કેરિયર રહી છે, જેમાં એમણે અનેક સુપર-ડુપર ફિલ્મો પણ આપી હતી. ધર્મેન્દ્રએ 60 થી 70ની વચ્ચેના સમયગાળામાં એક જ વર્ષમાં 9 જેટલી હિટ ફિલ્મો આપી હતી અને સિનેમાઘરો પર પ્રેક્ષકોના દરોડા પડતા હતા. 1960માં નામ હતું ‘દિલ ભી તેરા, હમ ભી તેરે’. એમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને એમની પ્રથમ ફિલ્મનું
