ઢંઢેરો :દેશના વડીલો માટે શું લાભ ? જુઓ
દેશમાં લોકોને અત્યારે આયુષ્માન ભારત યોજના મારફત મફત અને સસ્તી આરોગ્ય સેવા મળી રહી છે. કરોડો લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. હવે આ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. વયોવૃધ્ધ લોકો માટે ભાજપના ઢંઢેરામાં ખાસ ધ્યાન આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.
ભાજપે એવો સંકલ્પ લીધો છે કે 70 વર્ષથી વધુની વયના વડીલોને આયુષ્માનના દાયરામાં લાવવામાં આવશે. હવે આ લોકોને રૂપિયા 5 લાખ સુધી મફત સારવારની સુવિધા મળશે. આ વડીલો ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય કે સમૃધ્ધ વર્ગના હોય તેનાથી કોઈ ફેર પડશે નહીં બધા જ વડીલોને આ લાભ અપાશે.
અત્યારે પણ દેશમાં કરોડો લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લકોને આ લાભ મળ્યો છે જે હજુ પણ ચાલુ જ છે. ભાજપ સરકાર દેશના કોઈ વડીલને આ સુવિધા વિના રાખશે નહીં.