ખાટુશ્યામથી પાછા ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : પિક અપ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 બાળક સહિત 11 લોકોના મોત
દેશમાં અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે ત્યારે આજે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 11 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો જેમાં પિક અપ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 બાળક સહિત 11ના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને દૌસા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
🔹જયપુર-બાંદીકુઈ એક્સપ્રેસ વે પર પિકઅપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત
— DD News Gujarati (@DDNewsGujarati) August 13, 2025
🔹આ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ થયા અને 11 ઘાયલ થયા
🔹આ ઘાયલોમાંથી 8 ને જયપુર રિફર કરવામાં આવ્યા છે અને ત્રણની દૌસામાં સારવાર ચાલી રહી છે
🔹ઘટનાની માહિતી મળતાં કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને દૌસા… pic.twitter.com/XNPB6IRglu
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજસ્થાનના દૌસાની છે જ્યાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર એક પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. આ દરમિયાન એક ભયાનક અકસ્માત થયો હતો અને 11 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, મૃતકોમાં 7 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. દૌસાના નાયબ પોલીસ અધિક્ષક રવિ પ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે, “બાપી નજીક પેસેન્જર પિકઅપ અને ટ્રેલર ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં કુલ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે 11 થઈ ગઈ છે, હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે.”
આ પણ વાંચો : સંરક્ષણ સોદામાં ટેરિફ અવરોધ નથી : ભારત અમેરિકા સાથે સંરક્ષણ સોદા યથાવત જ રાખશે, વિદેશ સચિવની ચોખવટ
શ્રદ્ધાળુઓ ખાટુશ્યામજી મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા
આ અકસ્માત ત્યારે થયો જ્યારે શ્રદ્ધાળુઓ ખાટુશ્યામજી મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ મામલાની તપાસ ચાલી રહી છે, ત્યારબાદ જ વધુ માહિતી બહાર આવશે. અકસ્માતની પુષ્ટિ કરતા પોલીસ અધિક્ષક સાગર રાણાએ જણાવ્યું હતું કે, “માહિતી મળી છે કે ખાટુશ્યામ મંદિરથી આવતા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા છે. ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. લગભગ 7-8 લોકોને જયપુરની SMS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.”
આ પણ વાંચો : પાક.સૈન્ય વડા મુનિર વરદી પહેરેલા લાદેન છે! પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઇકલ રૂબીને રોષ ઠાલવ્યો, પ્રતિબંધ મુકવા કરી માગ
ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
દૌસા જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, “પ્રારંભિક અહેવાલો અનુસાર, બાપી નજીક થયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. 9 લોકોને સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે અને 3 લોકો જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માત એક પેસેન્જર પિકઅપ અને ટ્રેલર ટ્રક વચ્ચે થયો હતો.”
આ અકસ્માત દૌસામાં કાર-ટ્રેલર ટક્કરમાં પાંચ લોકોના મોત થયાના ત્રણ દિવસ પછી થયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ટ્રેલર અચાનક બે ભાગમાં તૂટી ગયું અને કાર સાથે અથડાયું, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. હોસ્પિટલ જતા રસ્તામાં જ ત્રણ લોકોના મોત થયા. પીડિતો જયપુરથી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા.
