પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાની પાર્ટી જે.ડી.એસ. હવે ભાજપના નેતૃત્વવાળા એન.ડી.એ.નો હિસ્સો છે. આજે દિલ્હીમાં ભાજપના પ્રમુખ જે.પી. નડા અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં જે.ડી.એસ.નો એન.ડી. એ.માં પ્રવેશ થયો હતો.
દેવગૌડા અને કુમારસ્વામી ગઈ કાલના દિલ્હીમાં હતા અને ભાજપના નેતૃત્વ સાથે ચર્ચા કરી હતી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, અમે ભાજપ સાથે બેઠકની વહેચણી અંગે કોઈ ચર્ચા કરી નથી. ભવિષ્યમાં કર્ણાટકની ૨૮ બેઠકો અંગે ચર્ચા કરશું.
સુત્રોના જણાવ્યા અનુસાર, જે.ડી.એસ. આ ૨૮ સીટ પૈકી ચાર સીટ ઉપર ઉમેદવારો ઉભા રાખશે.