સુહાગન હોવા છતાં આ અભિનેત્રીઓએ ન રાખ્યું કરવા ચોથનું વ્રત, જાણો શું છે કારણ
કરવા ચોથનું વ્રત દરેક પરિણીતા માટે ખાસ છે. આ વર્ષે ૨૦ ઓક્ટોબરે દેશમાં કરવા ચોથનું વત ધામધૂમથી મનાવાયું. પરિણીત મહિલાઓથી લઈ બોલિવૂડ એક્ટ્રેસ આ તહેવારને ખુબ ખાસ અંદાજમાં આ વ્રતની ઉજવણી કરે છે. પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ હતી જેણે કરવા ચોથનું વ્રત કર્યું નહીં. તો ચાલો જાણીએ કઈ કઈ એક્ટ્રેસ આ લિસ્ટમાં સામેલ છે.
ઉર્મિલા માતોડકર

જાણીતી એક્ટ્રેસ ઉર્મિલા માતોડકરે પોતાના પતિ મોહસિન અખ્તર મીરથી અલગ થવાનો ફેંસલો લીધો છે. જો કે તેમના તલાકનું કારણ સામે નથી આવ્યું. પરંતુ એવું માનવામાં આવી રાયું છે કે આ વખતે એક્ટ્રેસ કરવા ચોષનું કા નથી કર્યું.
એશા દેઓલ

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી એશા દેઓલના છૂટાછેડા આ વર્ષની શરૂઆતમાં ચર્ચામાં હતા. તેણે પોતાના લગ્ન તોડવાનો પણ નિર્ણય લીધો છે. આ કારણે તેણે આ વખતે કરવા ચોથનું વ્રત રાખ્યું નહીં.
દલજીત કૌર

આ યાદીમાં ટીવી એક્ટ્રેસ કલજીત કૌરનું નામ પણ સામેલ છે. તેના છૂટાછેડા હજુ સુધી થયા નથી, પરંતુ તેમનો અધિકાર મેળવવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે કરવા મોથનો તહેવાર ઉજવ્યો નહોતો.
ઈશા કોપ્પીકર
ઈશા કોપ્પીકરના છૂટાછેડાના સમાચાર પણ ઘણા ચર્ચામાં છે. એક્ટ્રેસ પતિથી અલગ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. તેણે પણ આ વર્ષે કરવા ચોથનું વ્રત રાખ્યું નહોતું.
નવીના બોલે
લોકપ્રિય સીરિયલ ‘ઈશ્કબાઝ’ની સ્ટાર નવીના બોલેએ માતા બન્યા બાદ પોતાના પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેના છૂટાછેડાની પણ ખૂબ ચર ચર્ચા છે. આ કારણોથી નવીનાએ કરવા ચોથનું વ્રત ન કરવાનો નિર્ણય લીધો હતો.
નતાશા સ્ટેનકોવિક
આ લિસ્ટમાં છેલ્લું નામ ક્રિકેટર હાર્દિક પંડયાની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકનું પણ છે. તેમના છૂટાછેડાના સમાચારોએ પણી હેડલાઇન્સ બનાવી છે. નતાશાએ પણ આ વખતે કરવા ચોથનો તહેવાર ઉજવ્યો નહોતો.