ધરાવી રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રોકવાની માંગણી ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટનો અદાણી ની તરફેણમાં ચુકાદો
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ (ડીઆરપી) માટે ચાલુ નિર્માણ કાર્યને રોકવાનો ઇનકાર કરી એ અગાઉ, અદાણી ગ્રુપના પક્ષમાં મુંબઈ હાઇકોર્ટે આપેલા નિર્ણયને પલટાવવાનો ઇનકાર કરી દીધો હતો. યુએઇ સ્થિત સીકલિંક ટેક્નોલોજીસ કોર્પોરેશન કંપનીની બિડ રદ કરવામાં આવ્યા બાદ એ કંપનીએ મહારાષ્ટ્ર સરકારના ધારાવી પ્રોજેક્ટને અદાણી પ્રોપર્ટીઝ લિમિટેડને આપવાના નિર્ણયને પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે, જો કે, પ્રોજેક્ટ સંબંધિત તમામ ચુકવણીઓ એક જ એસ્ક્રો એકાઉન્ટમાંથી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સુનાવણી દરમિયાન, આ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો હોવાનો અને કેટલાક રેલવેના ક્વાર્ટર્સ તોડી પણ પડાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર સહિતની ખંડપીઠે મૌખિક રીતે ટિપ્પણી કરી કે મુંબઈ હાઈકોર્ટનો નિર્ણય ન્યાયી છે કારણ કે રેલવે લાઇનનો પણ વિકાસ કરવામાં આવશે અને તેને પ્રોજેક્ટમાં શામેલ કરવામાં આવશે. કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને અદાણી પ્રોપર્ટીઝને નોટિસો જારી કરી છે અને આગામી સુનાવણી મે 25 માટે નિયોજિત કરી છે.
આ પ્રોજેક્ટ માટે મૂળભૂત રીતે રૂ. 7,200 કરોડનું ટેન્ડર ભરનાર સીકલિંક ટેક્નોલોજીઝે તેમની ઓફરમાં 20 ટકા વધારો કરવાની તૈયારી દાખવતાં સર્વોચ્ચ અદાલતે તેમનેસુધારેલી ઓફરની વિગતવાર જાણકારી સાથે હલ્ફનામું સબમિટ કરવાનું નિર્દેશ
નોંધનીય છે કે સીકલિંકની 2019ની બિડ રદ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને ડિસેમ્બર 2024 માં મુંબઈ હાઇકોર્ટે કાયમ રાખ્યો હતો. બાદમાં 2022 માં નવી ટેન્ડર જારી કરી આ પ્રોજેક્ટ અડાણી ગ્રુપને આપવામાં આવ્યો હતો. સીકલિંકે ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.