આશારામને સન્માન સાથે છોડી મુકવા માંગણી
આશારામ આશ્રમના મહિલા ઉત્થાન મંડળ દ્વારા કલેક્ટરને રજુઆત
રાજકોટ : આશારામ આશ્રમ અમદાવાદના નેજા હેઠળ કાર્યરત મહિલા ઉત્થાન મંડળ રાજકોટ શાખા દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી વિશ્વ મહિલા દિવસના પરિપ્રેક્ષમાં રજુઆત કરી મહિલા ઉત્થાન માટે સારી કામગીરી કરનાર અને હાલમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આશારામને સન્માન સાથે જેલમુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે રજુઆત કરી હતી.
મહિલા ઉત્થાન મંડળ રાજકોટ શાખા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, આશારામ બાપુએ પોતાના જીવનકાળમાં અનેક લોકોને વ્યસનમુક્ત કરી મહિલા ઉત્થાન માટે નિરંતર કર્યો કર્યા છે અને આજે પણ આશ્રમ દ્વારા મહિલા ઉત્થાન માટે કર્યો થઇ રહ્યા છે ત્યારે આગામી 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસને લક્ષ્યમાં લઈ હાલમાં કાનૂની આટીઘુંટીનો દુરપયોગ કરી ખોટા કેસમાં ફસાવી આશારામ બાપુને આજીવન કેદની સજા હેઠળ જેલમાં ધકેલી દેવાયા હોય તેઓને સન્માન સાથે જેલમુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.